Jamnagar News: એરફોર્સ સ્ટેશન પાસેના કોઈ નાનકડા ગામમાં ટ્રેનિંગ મિશન ચાલી રહ્યું હતું તેવે સમયે આ ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું હતું.
ક્રેશ થયા બાદ જેટ પ્લેનની બૂરી હાલત (તસવીરો - પીટીઆઇ)
ગુજરાતનાં જામનગરમાંથી એક દર્દનાક સમાચાર (Jamnagar News) મળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અહીં ભારતીય વાયુસેનાનું એક જગુઆર ફાઇટર જેટ ગઇકાલે મોડી રાત્રે ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં એક પાયલોટનું મોત પણ નીપજ્યું છે.
ક્યાં બની છે આ દુર્ઘટના?
ADVERTISEMENT
જામનગર એરફોર્સ સ્ટેશન પાસેના કોઈ નાનકડા ગામમાં (Jamnagar News) ટ્રેનિંગ મિશન ચાલી રહ્યું હતું તેવે સમયે આ ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું હતું. એક પાયલોટનું ત્યાં ને ત્યાં જ મોત થયું ત્યારે બીજા પાયલોટને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શું કહ્યું ભારતીય વાયુસેનાએ?
ભારતીય વાયુસેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, "પાયલોટના મોતથી અમે ખૂબ જ દુઃખી થયા છીએ અને તેમના પરિવારજનોની પડખે જ છીએ. આ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે."
આ અકસ્માતને લઈને સમાચાર મળી રહ્યા છે કે પ્રેક્ટિસ મિશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ હોનારત થઈ હતી. સ્ટેશન પરથી જેવી જેટે ઉડાન ભરી કે તે ક્રેશ થયું હતું. જામનગરથી લગભગ 12 કિમીના અંતરે આવેલા સુવરડા નામના ગામમાં જેટ ક્રેશ થયું હતું. જએવું પ્લેન ક્રેશ થયું કે તરત તે ટુકડાટુકડા થઈને વેરવિખેર થઈ ગયું હતું. જેટનો જાણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તે બૂરી હાલતમાં ક્રેશ થઈ ગયું હતું. ત્યારબાદ આખા જેટમાં (Jamnagar News) આગ ભભૂકી નીકળી હતી. આ દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
જોકે, આ દુર્ઘટના શા કારણે બની તે અંગે કોઈ વિગતવાર માહિતી સ્પષ્ટ થઈ નથી.
ગામના ખુલ્લા મેદાન વિસ્તારમાં (Jamnagar News) આ જેટ ક્રેશ થયાને કારણે એક પાયલોટ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, જ્યારે બીજો બહાર નીકળી શક્યો ન હતો, તેનું મોત નીપજ્યું હતું.સ્થાનિક પોલીસ, આણંદ જિલ્લાના એસપી અને જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે હાજર તહી ગયા. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. કલેક્ટર કેતન ઠક્કર આ સમગ્ર મામલે જણાવે છે કે "આ અકસ્માત માનવી વસાહતોથી દૂર એવા ખુલ્લા મેદાનમાં થયો છે. અત્યારે જેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પાયલોટને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમની હાલત સ્થિર છે."
Jamnagar News: તમને જણાવી દઈએ કે આ જ રીતે ગત મહિને હરિયાણાના અંબાલા જિલ્લામાં તાલીમ ચાલી રહી હતી તે દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. આઈએએફએ જણાવ્યું હતું કે વિમાનને માનવીય વસાહતવાળા વિસ્તારમાંથી દૂર લઈ જવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. ભારતીય વાયુસેનાનું એક જગુઆર વિમાન નિયમિત તાલીમ દરમિયાન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ અંબાલામાં ક્રેશ થયું હતું.

