છેલ્લાં ૪ વર્ષથી ગુજરાતની બજેટ-બૅગ પર વારલી ચિત્રકળાને સ્થાન
બજેટ-બૅગ
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ગઈ કાલે બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે તેમના હાથમાં રહેલી બજેટ-બૅગ પર ૧૨૦૦ વર્ષ જૂના વારલી પેઇન્ટિંગમાં આદિવાસીઓનાં દેવી કંસરી માતાજીનું ચિત્ર દોરેલું હતું. છેલ્લાં ૪ વર્ષથી ગુજરાતની બજેટ-બૅગ પર વારલી ચિત્રકળાને સ્થાન મળી રહ્યું છે.
કંસરીદેવીને સમૃદ્ધિનાં દેવી માનવામાં આવે છે. જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરીદેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. તેમની કૃપાથી ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે અને સુખસમૃદ્ધિ મળે છે.
