લખનઉની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા પરંપરાગત રોગન આર્ટને સાચવવા માટે કરાયા સન્માનિત: રાજ્યપાલ આનંદીબહેન પટેલે એનાયત કરી પદવી
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે આશિષ કંસારાને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી.
પરંપરાગત રોગન આર્ટને સાચવવા બદલ કચ્છના માધાપરના રોગન આર્ટના કલાકાર આશિષ કંસારાને લખનઉની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લિટરેચર (માનદ) પદવીથી સન્માનિત કરાયા હતા.

ADVERTISEMENT
૭ જુલાઈએ યોજાયેલા ૨૪મા દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે આશિષ કંસારાને માનદ પદવી એનાયત કરી હતી. આશિષ કંસારા પરંપરાગત અને લુપ્ત થતી રોગન પેઇન્ટિંગ કલાના કલાકાર છે. તેમણે આ કલા સાચવવા માટે સ્થાનિક મહિલાઓને પ્રશિિક્ષત કરી છે. ૧૯૯૨થી રોગન આર્ટનું કામ કરી રહેલા આશિષ કંસારાએ દેશની અનેક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને રોગન આર્ટથી માહિતગાર કરીને આ કળા શીખવી છે. માધાપરમાં આશિષ કંસારાને ત્યાં દેશભરમાં સ્ટુડન્ટ્સ રોગન આર્ટ શીખવા અને જાણવા માટે વર્ષભર આવતા હોય છે.
