Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતની કાળજું કંપાવી દે એવી ઘટના : મમ્મીએ ૪ મહિનાના બાળકને ઍસિડ પીવડાવીને પોતે પણ પી લીધું

સુરતની કાળજું કંપાવી દે એવી ઘટના : મમ્મીએ ૪ મહિનાના બાળકને ઍસિડ પીવડાવીને પોતે પણ પી લીધું

Published : 03 June, 2026 07:39 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીમારીથી કંટાળીને ભર્યું કમકમાટી ઊપજાવે એવું પગલું : બન્નેનાં મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુરતમાં કાળજું કંપાવતી ઘટના બની છે. બીમારીથી કંટાળી ગયેલી એક મમ્મીએ પહેલી જૂને તેના માત્ર ૪ મહિનાના બાળકને ઍસિડ પીવડાવીને પોતે પણ પી લેતાં માતા અને માસૂમ બાળકનાં મોત થયાં હતાં. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ લોકોને થતાં સુરતમાં અરેરાટી ફેલાઈ જવા સાથે મહિલાના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

સરથાણા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી. કે. પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘પહેલી જૂને સરથાણા પોલીસને જાણવા મળ્યું હતું કે સરથાણા વિસ્તારમાં રહેતી ધારા કોટડિયાએ ઍસિડ પીધું છે અને તેના ૪ મહિનાના બાળકને પણ ઍસિડ પીવડાવ્યું છે. હૉસ્પિટલમાં જઈને તપાસ કરતાં માતા અને બાળક અનકૉન્શિયસ હતાં. જોકે રાતે ૧૦ વાગ્યે ખબર પડી કે બાળકનું મોત થયું છે. ધારા કોટડિયાના પતિ મનીષે કહ્યું હતું કે તેની પત્નીને છેલ્લાં ૪ વર્ષથી મગજની આંચકીની બીમારી હોવાથી ત્રાસી જઈને તેણે આપઘાત કર્યો છે અને બાળકને ઍસિડ પીવડાવીને તેનું મોત નિપજાવ્યું છે.’  


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 07:39 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK