Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વરસાદી વાતાવરણ વચ્ચે શરૂ થયો સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલ

વરસાદી વાતાવરણ વચ્ચે શરૂ થયો સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલ

Published : 09 August, 2026 02:32 PM | IST | Saputara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્થાનિક કલાકારો સહિત દેશનાં ૮ રાજ્યોના કલાકારોએ પરંપરાગત લોકનૃત્યો સાથે કરી જમાવટ : કલા, લોકસંસ્કૃતિ અને પ્રકૃતિનો થયો સંગમ સાપુતારામાં

ગઈ કાલે સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પર્ફોર્મ કરતા કલાકારો.

ગઈ કાલે સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પર્ફોર્મ કરતા કલાકારો.


દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા હિલ-સ્ટેશન સાપુતારામાં ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો. ૨૯ ઑગસ્ટ સુધી ચાલનારા પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફેસ્ટિવલનો ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો હતો તેમ જ ઉદ્ઘાટન પહેલાં ફેસ્ટિવલ પરેડને ફ્લૅગ-ઑફ કરાવી હતી. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘સાપુતારા માત્ર ગુજરાતનું એકમાત્ર હિલ-સ્ટેશન નથી; ડાંગની સમૃદ્ધિ, આદિવાસી સંસ્કૃતિ, કુદરતી વૈવિધ્યતા અને હરિયાળીની ઓળખનું પ્રતીક છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે અને દેશભરના પ્રવાસીઓને આકર્ષે છે.’

દેશનાં ૮ રાજ્યોના ૩૦૦થી વધુ કલાકારો તથા ગુજરાતના ૧૧૦થી વધુ કલાકારોએ પરેડમાં તેમ જ ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોની લોકપરંપરા, સંગીત અને લોકનૃત્યોની સાથે ડાંગની આદિવાસી લોકકળાના સુમેળ સાથેનાં પરંપરાગત લોકનૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમે જમાવટ કરી હતી. 



શું હશે ફેસ્ટિવલમાં?
ચોમાસામાં સાપુતારાની હરિયાળી, ધુમ્મસ, ખળખળ વહેતાં ઝરણાં અને ખુશનુમા વાતાવરણનો લહાવો કંઈક અલગ જ હોય છે ત્યારે ફેસ્ટિવલ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશૉપ, નેચર ટ્રેઇલ, સાહસિક પ્રવૃત્તિઓ સાથે સ્થાનિક ભોજનનો પ્રકૃતિના ખોળે સહેલાણીઓ આનંદ માણી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 02:32 PM IST | Saputara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK