° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ઘરજમાઈનો ઇગો હર્ટ થતા પત્ની, દીકરીની હત્યા કરી

14 October, 2021 12:39 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ જ છે વડોદરાના ડબલ મર્ડરનું સત્ય : પતિએ બંન્નેને આઇસ્ક્રીમમાં ઝેર ભેળવીને ખવડાવ્યું હતું

પોતાની પત્ની અને માસૂમ દિકરીની હત્યા કરનાર તેજસ પટેલ.

પોતાની પત્ની અને માસૂમ દિકરીની હત્યા કરનાર તેજસ પટેલ.

અમદાવાદ – વડોદરામાં ઘર જમાઇ તરીકે રહેતા તેજસ પટેલનો અહમ ઘવાતા તેમજ પોતાના લગ્નેત્તર સંબંધ વિશે પત્નીને જાણ થતા તકરાર થતી હોવાથી પોતાની ૬ વર્ષની માસૂમ દીકરી અને પત્નીને આઇસ્ક્રીમમાં ઝેર ભેળવીને ખવડાવી દીધા બાદ પત્નીએ ઉંહકાર ભરતા પત્ની પર બેસીને તેનું ગળું દબાવીને તેમજ દીકરીના મોઢા પર ઓશિકું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની કબૂલાત ખુદ પતિએ જ પોલીસ સમક્ષ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ચંદનપાર્ક સોસાયટીમાં ઘર જમાઇ તરીકે રેહતા તેજસ પટેલના પત્ની શોભનાબહેન અને તેમની ૬ વર્ષની દિકરી કાવ્યા રવિવારે રાત્રે ગરબા રમીને આવીને સુઇ ગયા હતા અને રહસ્યમય સંજોગોમાં માતા અને દિકરીના મૃત્યુ થયા હતા.આ કેસમાં પોલીસે બંન્ને લાશના પોસ્ટમોર્ટમ કરાવતા સ્ટમકમાંથી ઝેરના અવશેષ હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી પોલીસે મૃતક શોભનાબહેનના પતિ તેજસ પટેલની પૂછપરછ કરતા પહેલા તો તેણે મર્ડર નહી કર્યું હોવાનું ગાણું ગાયું હતું પરંતુ પોલીસે પુરાવા બતાવતા તેણે પોતાની પત્ની અને દિકરીને મારી નાંખ્યા હોવાનુ કબૂલ્યુ હતું.
વડોદરાના સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.બ્રહ્મભટ્ટે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મૃતક શોભનાબહેનના ગળા પર નિશાન જોવા મળ્યાં હતા અને પોસ્ટમોર્ટમ કરનાર ડૉકટરો દ્વારા મૃતકના સ્ટમકમાં ઝેર હોવાનું ઝેર હોવાની શક્યતા જણાઇ આવી હતી.તેના આધાર મૃતકના પતિ તેજસ પટેલના મોબાઇલ ચેક કરતા તેણે ગૂગલમાં હાઉ ટુ કીલ સર્ચ કર્યું હતું અને તેણે પ્લાનિંગ કર્યું હતું.તેજસ પટેલની કરેલી પૂછપરછમાં તેણે કબૂલ્યુ હતું કે તે ઘર જમાઇ તરીકે રહેતો હતો અને તેનો ઇગો હર્ટ થતો હતો. પત્નીને તેની મધર જે એરંડી ગામે રહેતા હતા તેમની સાથે અણબનાવ રહેતા હતા. આ ઉપરાંત તેજસ પટેલને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો તેની ખબર તેની પત્નીને થઇ હતી એટલે તકરાર થતી હતી. તેજસ પટેલ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.’

14 October, 2021 12:39 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

વાઇબ્રન્ટ ગુજરાત પર વેરિઅન્ટનાં વાદળ, રાજ્ય સરકાર બની સતર્ક

વાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવાના છે ત્યારે નવા વેરિઅન્ટના ખતરાથી ઊભી થઈ અસમંજસ ભરી સ્થિતિ

28 November, 2021 10:24 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાતના ઓખા બંદર પાસે બે જહાજો વચ્ચે અથડામણ, ક્રૂ મેમ્બર સુરક્ષિત

એમવી એવિએટર અને એમવી એટલાન્ટિક ગ્રેસ નામના જહાજો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.

27 November, 2021 07:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

નવા વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પ્રવાસીઓ માટે લીધો આ મોટો નિર્ણય, જાણો

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

27 November, 2021 08:03 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK