Stones Hurled at Vande Bharat: સુપરફાસ્ટ ટ્રેન `વંદે ભારત એક્સપ્રેસ` પર સુરતના ઉત્રાણ રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેકવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયાના અનેક બનાવ સામે આવતા (Stones Hurled at Vande Bharat) હોય છે. હવે ફરી એકવાર સુરતમાં આવો કિસ્સો બન્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈથી અમદાવાદ જઇ રહેલી દેશની સુપરફાસ્ટ ટ્રેન `વંદે ભારત એક્સપ્રેસ` પર સુરતના ઉત્રાણ રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેકવામાં આવ્યા હતા. અને આ આખા કિસ્સામાં સનસનાટીભરી વાત તો એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમના પુત્રી અનાર પટેલ તેમ જ દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ પ્રવાસ કરી રહ્યા હતા. સદનસીબે આ કિસ્સામાં આ મહાનુભાવો કે અન્ય પેસેન્જર્સમાંથી પણ કોઈને ઇજા થઇ નથી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ પેસેન્જર્સ એકદમ સૅફ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
કોચના કાચ તૂટ્યા
ADVERTISEMENT
વેસ્ટર્ન રેલવેના (Stones Hurled at Vande Bharat) અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ મંગળવારે બપોરે આશરે ૩.૪૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઊપડી હતી. અને આ જ ટ્રેનમાં વાપી રેલ્વે સ્ટેશનેથી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, તેમની પુત્રી અનાર પટેલ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલ, એક્ટર અનંગ દેસાઈ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં સામેલ થયા હતા. આ ટ્રેન સાંજે ૬.૪૫ કલાકે સુરત રેલ્વે સ્ટેશને પહોંચી હતી. અહીંથી તે આગળ અમદાવાદ તરફ જઇ રહી હતી તે જ દરમિયાન આ તાપી નદીનો બ્રિજ ક્રોસ કરતાં જ ઉત્રાણ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. પથ્થરો અથડવાને કારણે ટ્રેનના C-6 અને C-10 કોચના કાચને ખૂબ જ નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે.
જોકે, આ સનસનાટીભરી બીનાની જાણ થતાં જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP)ની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી. આરોપી (Stones Hurled at Vande Bharat) ને પકડવા માટે ટીમો મેદાને ઊતરી હતી. કાર્યવાહીમાં ઉત્રાણ સ્ટેશનથી આશરે બે કિમી દૂર કોસાડ વિસ્તારમાં રેલ્વે ટ્રેક નજીક શંકાને આધારે યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) વિનીત અભિષેક જણાવે છે કે હાલમાં અટકાયતમાં લેવામાં આવેલ વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે. આખરે તેણે કયા કારણોસર આ રીતે ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા તે જાણવાની કોશિશ કરાઇ રહી ચએ. સદ્નનસીબે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહેલા VIP વ્યક્તિઓ અને અન્ય સવાર તમામ પેસેન્જર્સ સૅફ છે.
જોકે, આ બનાવ બાદ ટ્રેન થોડાક સમય માટે રોકી લેવામાં આવી હતી. રિપોર્ટ્સ (Stones Hurled at Vande Bharat) પ્રમાણે થોડીકવાર રોકાયા બાદ ટ્રેન અમદાવાદ તરફ રવાના થઈ ગઈ હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
