Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ૨૦ સપ્ટેમ્બરથી થશે શરૂ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ૨૦ સપ્ટેમ્બરથી થશે શરૂ

Published : 17 September, 2026 12:18 PM | IST | Ambaji
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશ-વિદેશથી ઊમટશે માઈભક્તો: લાખ્ખો પદયાત્રીઓ પદયાત્રા કરી પહોંચશે અંબાજી: ૫૦૦૦થી વધુ પોલીસજવાન સુરક્ષામાં રહેશે તહેનાત: ૭૫૦થી વધુ કૅમેરાથી થશે મેળાનું મૉનિટરિંગ

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. મોહનથાળના પ્રસાદના ૪૦ લાખ પૅકેટ બનાવવામાં આવશે.

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. મોહનથાળના પ્રસાદના ૪૦ લાખ પૅકેટ બનાવવામાં આવશે.


ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે. લાખ્ખો માઈભક્તો પદયાત્રા કરીને આદ્યશક્તિ અંબે માતાજીનાં દર્શન કરવા માટે અને નવરા‌‌‌ત્રિમાં પોતાને ત્યાં ગરબે રમવા આવે અેવું હેતપૂર્વક ભાવભીનું આમંત્રણ આપવા માટે અંબાજી મંદિરે પહોંચશે.  

આસ્થા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભાદરવી પૂનમના મેળાની વિગતો આપતાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘માઈભક્તોને કોઈ તકલીફ ન પડે એ રીતે વ્યવસ્થાઓ જળવાય એવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની વ્યવસ્થાઓ માટે ૨૯ સમિતિઓની રચના કરી છે. જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે અંબાજી મંદિર ખાતે ડ્રોન શોનું આયોજન કરાશે. ગબ્બર પર વિશેષ રોશની કરાઈ છે. મેળામાં આવતા પદાયાત્રીઓ માટે રૂપિયા ૧૦ કરોડનું વીમાકવચ લેવામાં આવ્યું છે. પદયાત્રી બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક બે લાખ રૂપિયાની વીમાસહાય આપવામાં આવશે.’  



જાણવા જેવું
 ૭૫૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાથી સમગ્ર મેળાનું મૉનિટરિંગ કરવામાં આવશે.
 ૫૦૦૦ જેટલા પોલીસજવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસજવાનો ફરજ બજાવશે.
 અંબાજીથી ૬૦ કિલોમીટરના વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરાશે. 
 આશરે ૨૦૦૦ સફાઈ-મિત્રો ૧૩૫થી વધુ ટ્રૅક્ટરોની મદદથી સફાઈ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 12:18 PM IST | Ambaji | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK