Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update : IPL 2027નું ઑક્શન ત્રણ સીઝન પછી ભારતમાં યોજાઈ શકે છે

Sports Update : IPL 2027નું ઑક્શન ત્રણ સીઝન પછી ભારતમાં યોજાઈ શકે છે

Published : 17 September, 2026 02:13 PM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં IPL 2027ની હરાજી ભારતમાં યોજવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલ છે. 2023માં કોચી બાદ તાજેતરની હરાજીઓ દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબીમાં યોજાઈ હતી.

IPL 2027 ઑક્શન

IPL 2027 ઑક્શન


મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમ્યાન IPL 2027ના ઑક્શન વિશે મોટો નિર્ણય લેવાયો છે. અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડે IPL 2027ની હરાજી ભારતમાં યોજવાનો નિર્ણય લીધો છે. કોચીમાં ૨૦૨૩ના ઑક્શન પછી તાજેતરનાં વર્ષોમાં આ કાર્યક્રમ વિદેશમાં યોજાયો છે. પછીની આવૃત્તિઓનાં ઑક્શન દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબીમાં યોજાયાં હતાં.

WPLનું નામ વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ હોવું જોઈએ : ડાયના એડલજી



ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એડલજીએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ડાયના એડલજી કહે છે કે ‘વિમેન્સ પ્રીમિયર લીગનું નામ બદલીને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (WIPL) રાખવું જોઈએ. ટુર્નામેન્ટનું નામ WIPL રાખવાથી ભારતીય ઓળખનો અહેસાસ થશે. આ આપણી પોતાની ટુર્નામેન્ટ છે. એને એક સાચી ભારતીય ટુર્નામેન્ટ તરીકે રજૂ કરી શકાય છે. વેસ્ટ ઇન્ડીઝમાં પણ તેમની ટુર્નામેન્ટને વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગ કહેવામાં આવે છે.’


વર્લ્ડ ટેનિસ જુનિયર્સ રૅન્કિંગમાં ટૉપ ૫૦માં સ્થાન મેળવનારી ભારતની જેન્સી કાનાબાર યંગેસ્ટ ખેલાડી

ગુજરાતની ૧૪ વર્ષની ભારતીય ટેનિસ ખેલાડી જેન્સી કાનાબાર વર્લ્ડ જુનિયર્સ રૅન્કિંગમાં ટોચના ૫૦ ખેલાડીઓમાંમાં સ્થાન મેળવનારી સૌથી યુવા ખેલાડી બની છે. 
જેન્સી કાનાબારની તાજેતરની સિદ્ધિઓમાં કઝાખસ્તાનમાં ITF J200 ટુર્નામેન્ટનો વિજય સામેલ છે, તે ITF J300 સ્પર્ધાની સેમી-ફાઇનલમાં પણ પહોંચી હતી. એના કારણે તે વિશ્વ રૅન્કિંગમાં કરીઅરના સર્વોચ્ચ ૪૯મા ક્રમે પહોંચી છે. તે ઑસ્ટ્રેલિયન ઓપન અન્ડર-14 એશિયા-પૅસિફિક એલીટ ટ્રોફી જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી પણ બની હતી.


ICC ફુલ મેમ્બર ટીમ તરફથી પહેલી વખત ૪૦+ની ઉંમરવાળા ત્રણ ખેલાડી વન-ડે રમ્યા

મંગળવારે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મૅચમાં યજમાન ઝિમ્બાબ્વે તરફથી ૪૦+ની ઉંમરવાળા ત્રણ સિનિયર ખેલાડીઓ રમ્યા હતા. ICC ફુલ મેમ્બર નેશનની ટીમ તરફથી પહેલી વખત વન-ડે મૅચની પ્લેઇંગ ઇલેવનમાં ૪૦+ની ઉંમરવાળા ક્રિકેટર રમ્યા છે.
ઝિમ્બાબ્વે માટે ૪૦ વર્ષનો કૅપ્ટન સિંકદર રઝા, ૪૦ વર્ષનો બ્રેન્ડન ટેલર અને ૪૧ વર્ષનો ક્રેગ ઇર્વિન સાથે વન-ડે મૅચ રમ્યા હતા. સિંકદર રઝા અને બ્રેન્ડન ટેલરે ૫૦ પ્લસ રનનો સ્કોર કર્યો હતો. પહેલી વખત વન-ડે મૅચમાં ૪૦ કે તેથી વધુ વયના બે ખેલાડીઓએ એક જ મૅચમાં ફિફ્ટી ફટકારી હતી.

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજનાં લગ્ન આગામી ૪ ડિસેમ્બરે લખનઉમાં થશે

ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહ અને ઉત્તર પ્રદેશના મછલીશહર મતવિસ્તારનાં સંસદસભ્ય પ્રિયા સરોજનાં લગ્ન વિશે મોટી અપડેટ મળી છે. બન્નેનાં લગ્ન આગામી ૪ ડિસેમ્બરે લખનઉમાં યોજાશે. 
રિન્કુ સિંહ અને પ્રિયા સરોજે ૨૦૨૫માં ૮ જૂને સગાઈ કરી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને સક્રિય રાજકારણની વ્યસ્ત દુનિયાને કારણે બન્નેનો ગયા વર્ષે જ લગ્ન કરવાનો પ્લાન સફળ રહ્યો નહોતો. 

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 02:13 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK