Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ઝડપભેર આકાર લઈ રહ્યાં છે બુલેટ ટ્રેનનાં સ્ટેશનો

ગુજરાતમાં ઝડપભેર આકાર લઈ રહ્યાં છે બુલેટ ટ્રેનનાં સ્ટેશનો

17 July, 2024 01:15 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં બે સ્ટેશન ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીમાં સ્ટેશનોનું નિર્માણકાર્ય આગળ વધી રહ્યું છે

સ્ટેશન

સ્ટેશન


જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એવી દેશની પહેલી બુલેટ ટ્રેનનાં સ્ટેશનો ઝડપભેર આકાર લઈ રહ્યાં છે. અમદાવાદમાં બે સ્ટેશન ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીમાં સ્ટેશનોનું નિર્માણકાર્ય આગળ વધી રહ્યું છે.


મુંબઈ–અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના કૉરિડોરમાં ૫૦૮ કિલોમીટરના અંતરમાં ૧૨ સ્ટેશનો પૈકીનાં ગુજરાતનાં આઠ સ્ટેશનોના પાયાનું કામ પૂરું થઈ ગયું છે અને સુપરસ્ટ્રક્ચરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ, વાપી, બીલીમોરા, સુરત અને આણંદમાં રેલવે-લેવલ સ્લૅબ પૂરો થયો છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોરમાં કુલ ૧૨ સ્ટેશનો હશે, જેમાં ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી; જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન હશે જેમાં મુંબઈ, બોઇસર, વિરાર અને થાણેમાં સ્ટેશન બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2024 01:15 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK