Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમવારથી અમદાવાદ અને ઉદયપુર વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ

સોમવારથી અમદાવાદ અને ઉદયપુર વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ

Published : 15 February, 2026 12:29 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદના અસારવા રેલવે-સ્ટેશનથી રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે સોમવારથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદના અસારવા રેલવે-સ્ટેશનથી રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે સોમવારથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે.
આ ટ્રેનનું ઉદ્ઘાટન સોમવારે ઉદયપુરથી થશે. ૧૬ ફેબ્રુઆરીએ ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨.૨૫ વાગ્યે ઊપડશે અને સાંજે ૫.૧૫ વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં તમામ દિવસોએ અસારવાથી સાંજે ૫.૪૫ વાગ્યે ઊપડશે અને રાતે ૧૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. એ જ રીતે ઉદયપુરથી આ ટ્રેન સવારે ૬.૧૦ વાગ્યે ઊપડશે અને ૧૦.૨૫ વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેનમાં ઍર-કન્ડિશન ચૅરકાર અને એક્ઝિક્યુટિવ ચૅરકાર સહિત કુલ ૮ કોચ રહેશે. આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને ઝાવર સ્ટેશન પર ઊભી રહેશે. આ અદ્યતન ટ્રેન રિક્લાઇનિંગ અને આરામદાયક સીટો, મોબાઇલ ચાર્જિંગ, બાયો-ટૉઇલેટ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 12:29 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK