Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં સાસુને ધક્કો મારીને વહુનું અપહરણ

અમદાવાદમાં સાસુને ધક્કો મારીને વહુનું અપહરણ

Published : 29 May, 2026 01:05 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુત્રવધૂનું પહેલાં જેની સાથે અફેર હતું તે છોકરાએ કિડનૅપ કરી હોવાની સાસુને આશંકા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદમાં બુધવારે સાબરમતી વિસ્તારમાં બપોરે ઘરમાં સાસુ-વહુ એકલાં હતાં ત્યારે એક કારમાં આવેલી એક યુવતી સહિત ૪ લોકો સાસુને ધક્કો મારીને તેમની વહુનું બળજબરીથી અપહરણ કરીને નાસી ગયા હોવાની ઘટના બની છે. સાસુએ સાબરમતી પોલીસ-સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી છે અને એવી શંકા વ્યક્ત કરી છે કે તેમની વહુને પહેલાં જે છોકરા સાથે અફેર હતું તે છોકરાએ તેને કિડનૅપ કરી છે.  

સાબરમતી વિસ્તારના મોટેરા સ્ટેડિયમ રોડ પર રહેતાં શારદા સેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બુધવારે બપોરે તે અને તેમની પુત્રવધૂ કોમલ ઘરમાં હતાં એ સમયે તેમના ઘર પાસે સફેદ કલરની એક કાર આવીને ઊભી રહી હતી. આ કારમાંથી એક છોકરી સહિત ૪ જણ નીચે ઊતર્યા હતા. એમાંથી એક વ્યક્તિએ તેમના ઘરમાં ઘૂસીને વહુ કોમલ ખાટલામાં સૂતી હતી તેની પાસે જઈને કોમલનું બાવડું પકડીને ઉઠાડી હતી. આ દરમ્યાન સાસુ શારદા સેન વહુને છોડાવવા જતાં તે વ્યક્તિએ હથિયાર જેવું કંઈક બતાવીને તેમને ધક્કો મારીને નીચે પાડી દીધાં હતાં અને તેમની વહુને ઉપાડીને ઘરની બહાર લઈ ગઈ હતી. કોમલે બૂમાબૂમ કરતાં આસપાસમાં માણસો ભેગા થઈ ગયા હતા, પણ ઘરની બહાર એક છોકરી અને બે છોકરાઓ ઊભાં હતાં તેમણે કોમલને પકડીને જબરદસ્તીથી કારમાં પાછળની સીટમાં બેસાડી હતી અને ત્યાંથી નાસી ગયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 01:05 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK