વડોદરામાં ચૉકલેટની કૅબિન ચલાવતાં ગીતા મકવાણા બન્યાં મેયર : સુરતનાં મેયર છે મૂળ સૌરાષ્ટ્રનાં માયા માવાણી જે સામાજિક ક્ષેત્રે છે કાર્યરત
સુરતનાં નવાં મેયર માયા માવાણી .વડોદરાનાં નવાં મેયર ગીતા મકવાણા.
સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને વાપી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ગઈ કાલે મહિલા મેયર નિયુક્ત થયાં હતાં. વડોદરામાં ચૉકલેટની કૅબિન ચલાવતાં ગીતા મકવાણા મેયર બન્યાં છે તો સુરતનાં નવાં મેયર માયા માવાણી મૂળ સૌરાષ્ટ્રનાં છે અને સામાજિક ક્ષેત્રે તેઓ નામના ધરાવે છે. સુરતમાં માયા માવાણી, વડોદરામાં ગીતા મકવાણા, ભાવનગરમાં ઉષા તલરેજા, આણંદમાં દીપિકા પટેલ અને વાપીમાં દક્ષા પટેલ મેયર બન્યાં છે. આ બધાં મહિલા મેયરોને સ્થાનિક લોકોએ આવકારીને શુભેચ્છાઓ આપી હતી.
ADVERTISEMENT
પોતાના ઘરની આગળ નાનકડી કૅબિનમાં ચૉકલેટ સહિતની નાની-મોટી ચીજવસ્તુઓ વેચતાં ગીતા મકવાણા વડોદરાનાં મેયર બન્યાં છે. આ તસવીર વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી યોજાઈ એ સમયની છે.
