ગુજરાતના નવસારી જિલ્લામાં સતત વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચીખલી તાલુકાના અમધારા ગામમાં સૌથી વધુ અસર થઈ છે, જ્યાં કોલીવાડા જેવા વિસ્તારો પૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક સ્થાનિક પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને રજા આપવી પડી. અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં સ્થાનિક સંસ્થાઓની તૈયારી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.