ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.