અનીસ સાજન એક એવી વ્યક્તિ છે જેની સાથેની વાતચીતમાં તમને થ્રીલ, ડર, રોમાંચ અને રોમાનસ બધું અનુભવવા મળે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે પોતાની જિંદગીની શરૂઆતી વર્ષોની વાત કરી જ્યારે તેમણે મોતનો સામનો પણ કર્યો અને ડોર ટુ ડોર માર્કેટિંગ પણ કર્યું. એ દિવસોમાંથી જીવેલા અનીસ સાજને આજે દુબઈમાં પોતાનું એમ્પાયર ખડું કર્યું છે, તેમનો ક્રિકેટ અને ફિલ્મોનો પ્રેમ પણ પ્રચિલત છે. જાણીએ તેમની સફળતાના રસ્તામાં આવેલા સંઘર્ષો અને સફળતાના માઈલસ્ટોન્સ વિશે.

















