ગુજરાતના વડોદરામાં હોળીની રાત્રે બનેલા હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપીને સોમવારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગ્યા હોવાથી કોર્ટે આરોપીને જેલમાં મોકલી દીધો હતો. ૧૩ માર્ચની રાત્રે થયેલા અકસ્માત બાદ રક્ષિત ચૌરસિયા વડોદરા પોલીસ કસ્ટડીમાં હતો. હવે, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.