ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન સહિત ૪ જણનાં મોત, હુમલાખોર સેનેગલનો, તેના ઘરમાંથી ઈરાની ધ્વજ અને કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું
આરોપી નડિયાગા ડાયગ્ને, સવિતા શાન
અમેરિકાના રાજ્ય ટેક્સસના ઑસ્ટિનમાં એક બારની બહાર થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૧ વર્ષની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની સવિતા શાન સહિત ચાર જણે જીવ ગુમાવ્યા છે. રવિવારે મધરાત બાદ વેસ્ટ સિક્સ્થ સ્ટ્રીટ પર એક ભીડભાડવાળા એન્ટરટેઇનમેન્ટ ડિસ્ટ્રિક્ટમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ૧૪ લોકો ઘાયલ થયા છે જેમાંથી ૩ જણની હાલત ગંભીર છે.
પોલીસે જણાવ્યા અનુસાર ૫૩ વર્ષનો હુમલાખોર નડિયાગા ડાયગ્ને સેનેગલનો રહેવાસી હતો. તેણે શહેરના એક બિઅર ગાર્ડનની બહાર પોતાની કાર પાર્ક કરીને ત્યાં બેઠેલા લોકો પર પિસ્તોલથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યાર બાદ તે કારમાંથી બહાર નીકળ્યો હતો અને પસાર થતા લોકો પર રાઇફલથી ગોળીબાર કર્યો હતો. પોલીસે તેને ઘટનાસ્થળે જ ગોળી મારીને પતાવી દીધો હતો.
ADVERTISEMENT
પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરે ઈરાની ધ્વજવાળું ટી-શર્ટ અને ‘અલ્લાહની સંપત્તિ’ લખેલું શર્ટ પહેર્યું હતું. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ જણાવ્યું હતું કે ડાયગ્નેના આતંકવાદ સાથે સંભવિત જોડાણના સંકેત મળ્યા છે અને આ પાસાની તપાસ ચાલી રહી છે. તેના ઘરમાંથી મળી આવેલી વસ્તુઓમાં ઈરાનનો ધ્વજ અને કટ્ટરપંથી સાહિત્યનો સમાવેશ છે જે ઈરાન લિન્ક સાથે કનેક્શન તરફ દોરી જાય છે.
