° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


બોકો હરામના લીડર અબુ બાકરે ખુદને બૉમ્બથી ઉડાવ્યો

08 June, 2021 01:57 PM IST | Abuja | Agency

ખુંખાર સંગઠન બોકો હરામના લીડર અબુ બકર શેકઉ સાથે યુદ્ધ દરમિયાન ખુદને બૉમ્બથી ઉડાવી લીધો છે, તેણે તેના દુશ્મન સંગઠન ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સના જેહાદી લડાકુ સાથેની લડાઈ દરમિયાન ખુદને બૉમ્બથી ફૂંકી માર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ખુંખાર સંગઠન બોકો હરામના લીડર અબુ બકર શેકઉ સાથે યુદ્ધ દરમિયાન ખુદને બૉમ્બથી ઉડાવી લીધો છે, તેણે તેના દુશ્મન સંગઠન ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સના જેહાદી લડાકુ સાથેની લડાઈ દરમિયાન ખુદને બૉમ્બથી ફૂંકી માર્યો હતો. બે અઠવાડિયાં પહેલાં પણ શેકઉના મોતના સમાચાર આવ્યા હતા, પરંતુ ત્યારે તેની પૃષ્ટિ થઈ શકી નહતી, પરંતુ આ વખતે ઇસ્લામિક સ્ટેટે એક ઑડિયો રેકૉર્ડિંગ જાહેર કર્યું છે.

સંબીસાનાં જંગલોમાં બોકો હરામનાં ઠેકાણાં સુધી લડાકુ મોકલવામાં આવ્યા હતા, એ સમયે શેકઉ પોતાના ઘરમાં બેઠેલો હતો. તે ત્યાંથી ભાગતો રહ્યો અને ઇસ્લામિક સ્ટેટના લડાકુ તેને શોધતા રહ્યા હતા. જ્યારે તે ઝાડીઓમાં છુપાયેલો મળ્યો તો તેને અને તેના સાથીઓને કહેવામાં આવ્યું કે તે સરેન્ડર કરી દે, પરંતુ શેકઉએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો અને ખુદને બૉમ્બથી ઉડાવી દીધો હતો.

08 June, 2021 01:57 PM IST | Abuja | Agency

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં વૅક્સિનનો ભરાવો

ટેનેસી અને ઉત્તર કેરોલિનામાં કોવિડ-19 વૅક્સિનની માગ એટલી હદે ઘટી ગઈ કે આ બંને પ્રાંતની અડધા કરતાં વધુ વસ્તીને રસી લેવાની બાકી હોવા છતાં ફેડરલ સરકારને લાખો ડોઝ પરત કરવામાં આવ્યા હતા.

13 June, 2021 12:16 IST | Washington | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

કોરોના વૅક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી સંક્રમણનું જોખમ વધી શકે

અમેરિકાના કોરોના એક્સપર્ટ ડૉ. એન્થની ફાઉચીનું મોટું નિવેદન

13 June, 2021 12:15 IST | Washington | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

શ્રીલંકામાં કોરોનાના અત્યંત તીવ્ર ચેપી વૅરિઅન્ટ મળ્યા

દેશના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું

12 June, 2021 10:13 IST | Colombo | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK