Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માણસોના માનસિક રોગો જેવી જ માનસિક સમસ્યા ધરાવતાં ઘરો કેવાં લાગે?

માણસોના માનસિક રોગો જેવી જ માનસિક સમસ્યા ધરાવતાં ઘરો કેવાં લાગે?

Published : 09 October, 2026 02:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કંપનીનું કહેવું છે કે દરેક વ્યક્તિનું ઘર તેની માનસિક અવસ્થાનું રિફ્લેક્શન હોય છે એટલે આ ભલે રમૂજ ખાતર તૈયાર કરેલાં મૉડલ્સ લાગે, પરંતુ દરેકના ઘરમાં જે કંઈ પણ ડિઝાઇન છે એ એમાં રહેતી વ્યક્તિઓના મેન્ટલ હેલ્થનો અરીસો જરૂર હોય છે. 

ક્લૉસ્ટ્રોફોબિયાઃ બંધ વાતાવરણમાં ગૂંગળામણ અનુભવાય.

અજબ ગજબ

ક્લૉસ્ટ્રોફોબિયાઃ બંધ વાતાવરણમાં ગૂંગળામણ અનુભવાય.


વિશ્વમાં ચોતરફ માણસોની મેન્ટલ હેલ્થ બાબતે જાગૃતિ લાવવાની કોશિશ થઈ રહી છે, કેમ કે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા દર ૭માંથી ૧ વ્યક્તિને કોઈક ને કોઈક પ્રકારની મેન્ટલ કન્ડિશન છે. જ્યારે માણસ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો એની અસર જીવનના દરેક પહેલુમાં છલકાતી હોય છે.



સ્પ્લિટ પર્સનાલિટીઃ એક જ વ્યક્તિમાં બે અલગ-અલગ વિરોધાભાસી વ્યક્તિત્વ હોય.


આવતી કાલે એટલે કે ૧૦ ઑક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી થવાની છે ત્યારે નિષ્ણાતો અલગ-અલગ પ્રકારની માનસિક સમસ્યાઓને સમજવામાં મદદ થાય એવા ઑબ્જેક્ટ્સ તૈયાર કરી રહ્યા છે. પ્યુબિટી નામની એક ઇલસ્ટ્રેશન કંપનીએ કંઈક એવી કલ્પના કરી છે કે માણસોની જેમ જો ઘરોને ડિપ્રેશન, અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર, ઍન્ગ્ઝાયટી, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર, અનિદ્રા, ક્લૉસ્ટ્રોફોબિયા, સ્પ્લિટ પર્સનાલિટી જેવી માનસિક અસ્વસ્થતાઓ હોય તો એ ઘર કેવાં લાગે. આ બધાં જ ઘરો એક આર્કિટેક્ચરલ કંપનીએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કર્યાં છે. આ કંપનીનું કહેવું છે કે દરેક વ્યક્તિનું ઘર તેની માનસિક અવસ્થાનું રિફ્લેક્શન હોય છે એટલે આ ભલે રમૂજ ખાતર તૈયાર કરેલાં મૉડલ્સ લાગે, પરંતુ દરેકના ઘરમાં જે કંઈ પણ ડિઝાઇન છે એ એમાં રહેતી વ્યક્તિઓના મેન્ટલ હેલ્થનો અરીસો જરૂર હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK