અમેરિકા ભારતને જૅવલિન મિસાઇલ સિસ્ટમ (FGM-148) અને ૨૧૬ એક્સકૅલિબર પ્રોજેક્ટાઇલ સ્માર્ટ તોપગોળા (M982A1) વેચશે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા ભારતને જૅવલિન મિસાઇલ સિસ્ટમ (FGM-148) અને ૨૧૬ એક્સકૅલિબર પ્રોજેક્ટાઇલ સ્માર્ટ તોપગોળા (M982A1) વેચશે. આ માટે બન્ને દેશ વચ્ચે ૯૨.૮ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૭૫ કરોડ રૂપિયાની ડીલ થઈ છે. અમેરિકાની ડિફેન્સ સિક્યૉરિટી કો-ઑપરેશન એજન્સી (DSCA)એ બુધવારે આ વેચાણને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે આ હથિયાર ભારતને હાલના અને ભવિષ્યના ખતરાઓ સામે ડીલ કરવામાં મદદ કરશે.
જૅવલિન એ પોર્ટેબલ ઍન્ટિ-ટૅન્ક મિસાઇલ છે જેને ટૅન્કો, બુલેટપ્રૂફ વાહનો અને બન્કરોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઇલ ટાર્ગેટની ગરમી એટલે કે હીટ સિગ્નેચર ઓળખીને ચોક્કસ જગ્યા પર હુમલો કરે છે. ૨૫૦૦ મીટરની રેન્જમાં એ ટાઢ-તાપ, વરસાદ કે ધુમ્મસ એમ કોઈ પણ સીઝનમાં કામ કરે છે.
ADVERTISEMENT
M982A1 તોપગોળા GPSથી ગાઇડેડ સ્માર્ટ ગોળા છે જે એક રીતે સ્માર્ટ બૉમ્બ જેવું કામ કરે છે, પરંતુ તોપથી છોડવામાં આવે છે. આ તોપગોળા ૪૦થી ૫૦ કિલોમીટર દૂર સુધી સટિક નિશાન લગાવી શકે છે.


