એ માટે ખાસ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે જે ૪૫ મિનિટની હશે
આ આઇકૉનિક બાલ્કનીમાં ઘણો ઇતિહાસ છુપાયેલો છે
સામાન્ય લોકો હવે બકિંગહૅમ પૅલેસની આઇકૉનિક બાલ્કની અને રૂમ જોઈ શકશે. એ માટે ખાસ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે જે ૪૫ મિનિટની હશે. આ ટૂરમાં આઇકૉનિક બાલ્કની જોવાની સાથે પૅલેસની સ્ટેટ રૂમ, યલો ડ્રૉઇંગરૂમ અને બાલ્કની પાછળની સેન્ટર રૂમ જોઈ શકાશે. આ આઇકૉનિક બાલ્કનીમાં ઘણો ઇતિહાસ છુપાયેલો છે. વર્લ્ડ વૉર 2ના લીડર વિન્સ્ટન ચર્ચિલથી લઈને કિંગ ચાર્લ્સ 3 અને પ્રિન્સેસ ડાયનાના વેડિંગથી લઈને રાજ્યાભિષેકનો પણ સમાવેશ છે. ૧૭૫ વર્ષ પહેલાં એટલે કે ૧૮૪૭થી ૧૮૪૯ વચ્ચે આ ઈસ્ટ વિન્ગ બનાવવામાં આવી હતી. ક્વીન વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટની ફૅમિલી માટે આ વિન્ગ બનાવાઈ હતી. પ્રિન્સ આલ્બર્ટે એવું વિચારીને આ બાલ્કની બનાવી હતી કે રૉયલ ફૅમિલી એના દ્વારા સામાન્ય વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકશે. એપ્રિલમાં આ ટૂરની જાહેરાત કરવામાં આવી હતી જે હવે આજથી શરૂ થઈ ગઈ છે. આ ટૂર ૩૧ ઑગસ્ટ સુધી ફુલ થઈ ગઈ છે અને એની કિંમત ૭૫ પાઉન્ડ (૮૦૦૦ રૂપિયા) છે. આ બાલ્કનીમાં જવાની એન્ટ્રી તો નથી, પરંતુ એને લોકો રિયલમાં જરૂર જોઈ શકશે.

