વિમાનમાં વધુ પ્રમાણમાં બળતણ હોવાથી ભયાનક આગ ફાટી નીકળી હતી
પ્લેન ક્રૅશ
મંગળવારે સાંજે અમેરિકામાં કેન્ટકીના લુઈવિલમાં ઍરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એક કાર્ગો પ્લેન ક્રૅશ થતાં ઓછામાં ઓછા ૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં રાજ્યના ગવર્નર ઍન્ડી બેશિયરે જણાવ્યું હતું કે મુહમ્મદ અલી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે કાર્ગો પ્લેનમાં વિસ્ફોટ થતાં જીવ ગુમાવનારા લોકોમાં વિમાનના ૩ ક્રૂ સભ્યો હોવાની શક્યતા છે. વિમાન ક્રૅશ થયું ત્યારે ઓછામાં ઓછા ૧૧ અન્ય લોકો ઘાયલ થયા હતા, જેને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. વિમાન ક્રૅશ થયું ત્યારે વિમાનમાં ૧,૪૪,૦૦૦ લીટર બળતણ હતું, કારણ કે વિમાન લગભગ ૬૯૨૦ કિલોમીટર દૂર હવાઈ જઈ રહ્યું હતું. વિમાનમાં વધુ પ્રમાણમાં બળતણ હોવાથી ભયાનક આગ ફાટી નીકળી હતી.


