અંતિમ સંસ્કાર માટે માત્ર પાંચ કલાકના પરોલ આપવામાં આવ્યા, બે વર્ષ બાદ જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા
અંતિમ સંસ્કાર દરમ્યાન ચિન્મય કૃષ્ણ દાસ ખૂબ જ ભાવુક થઈને ડૂસકાં ભરતાં અને રડતા જોવા મળ્યા હતા
બંગલાદેશમાં ૨૦૨૪માં રાજદ્રોહના આરોપસર પકડવામાં આવેલા ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસનાં ૭૧ વર્ષનાં માતા સંધ્યા રાનીનું ગુરુવારે કૅન્સરથી અવસાન થયું હતું. માતાએ તેમના પુત્રનું મોં જોવાની ઇચ્છા રાખી હતી પણ પુત્રને જેલમાંથી છોડવામાં આવ્યો નહોતો અને આમ માતાએ પુત્રનું મોં જોયા વિના જ છેલ્લા શ્વાસ લીધા હતા. માત્ર અંતિમ સંસ્કાર માટે પાંચ કલાકના પરોલ આપવામાં આવ્યા હતા. આમ બે વર્ષ બાદ તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમ્યાન ચિન્મય કૃષ્ણ દાસ ખૂબ જ ભાવુક થઈને ડૂસકાં ભરતાં અને રડતા જોવા મળ્યા હતા.
વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ બંગલાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. ચિન્મય દાસનાં માતાએ પુત્રને જોવાની ઇચ્છા રાખી હતી પણ તેમની ઇચ્છા અને વિનંતીને ફગાવી દેવામાં આવી હતી.
