Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના ટેક્સસમાં હનુમાનજીની ૯૦ ફુટ ઊંચી મૂર્તિ સામે વાંધો પડ્યો ખ્રિસ્તીઓને

અમેરિકાના ટેક્સસમાં હનુમાનજીની ૯૦ ફુટ ઊંચી મૂર્તિ સામે વાંધો પડ્યો ખ્રિસ્તીઓને

Published : 22 September, 2026 09:33 AM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્થાનિક લોકોએ હિન્દુ મૂર્તિને બનાવટી ભગવાન ગણાવીને વિરોધ નોંધાવ્યા બાદ સ્થિતિ વણસી

હનુમાનજીની ૯૦ ફુટ ઊંચી અને ૯૦ ટન વજનની ભવ્ય મૂર્તિ

હનુમાનજીની ૯૦ ફુટ ઊંચી અને ૯૦ ટન વજનની ભવ્ય મૂર્તિ


અમેરિકાના ટેક્સસ રાજ્યમાં હ્યુસ્ટન નજીક આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં હનુમાનજીની ૯૦ ફુટ ઊંચી અને ૯૦ ટન વજનની ભવ્ય મૂર્તિ સ્થાપવામાં આવી છે. સ્ટૅચ્યુ ઑફ યુનિયન તરીકે ઓળખાતી આ મૂર્તિ અમેરિકાની ચોથા નંબરની સૌથી ઊંચી મૂર્તિ છે. જોકે આ ઑગસ્ટ મહિનામાં એનું અનાવરણ થતાં જ કેટલાંક સ્થાનિક ખ્રિસ્તી જૂથો અને રાજકારણીઓએ એનો ભારે વિરોધ શરૂ કર્યો છે.

સ્થાનિક ખ્રિસ્તી સમુદાયના લોકોએ આ મૂર્તિને બનાવટી ભગવાન ગણાવીને એવો દાવો કર્યો છે કે ખ્રિસ્તી રાષ્ટ્રમાં આવી મૂર્તિનું કોઈ સ્થાન નથી. કેટલાક રૂઢિચુસ્ત નેતાઓએ તો એવો પણ ડર બતાવ્યો કે થર્ડ વર્લ્ડના એલિયન્સ ટેક્સસ પર કબજો જમાવી રહ્યા છે.



બીજી તરફ ભારતીય-અમેરિકન સમુદાયના લોકોએ સ્પષ્ટ કર્યું છે કે આ મૂર્તિ પૂરેપૂરી કાયદેસર છે અને એ હિન્દુ અમેરિકનોની આસ્થાનું પ્રતીક છે. બૅન્ગલોર અને અન્ય સ્થળોએથી ભારતીય શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિનો કુલ ખર્ચ ૭૬ કરોડ રૂપિયા (૮૦ લાખ ડૉલર) જેટલો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:33 AM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK