ગ્રૅમી ઍવોર્ડ જીતવા પર પ્રતિક્રિયા આપતા, દલાઈ લામાએ તેને વ્યક્તિગત સિદ્ધિ તરીકે જોયું ન હતું. તેમણે કહ્યું, "હું આ સન્માન કૃતજ્ઞતા અને નમ્રતા સાથે સ્વીકારું છું. હું તેને વ્યક્તિગત બાબત તરીકે નહીં, પરંતુ આપણી સહિયારી વૈશ્વિક જવાબદારી તરીકે જોઉં છું.
દલાઈ લામા
દલાઈ લામાને 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ 90 વર્ષની ઉંમરે તેમનો પહેલો ગ્રૅમી ઍવોર્ડ મળ્યો હતો. આ ઍવોર્ડ તેમની સ્પોકન-વર્લ્ડ-આલ્બમ, “મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઑફ હિઝ હોલિનેસ ધ દલાઈ લામા’ માટે બેસ્ટ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ કૅટેગરીમાં આપવામાં આવ્યો હતો. આ સન્માન લોસ એન્જલસમાં 68મા ગ્રૅમી એવોર્ડ્સ દરમિયાન આપવામાં આવ્યું હતું. ચીને આ પ્રતિષ્ઠિત સન્માન બાદ સખત પ્રતિક્રિયા આપી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે ચીન "દલાઈ લામા દ્વારા ચીન વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય માન્યતાનો ઉપયોગ કરવાનો વિરોધ કરે છે." તેમણે દલાઈ લામા પર ધર્મના નામે સ્વતંત્રતા મેળવવાનો આરોપ લગાવ્યો હતો. લિને એમ પણ કહ્યું હતું કે, "દલાઈ લામા ફક્ત એક ધાર્મિક વ્યક્તિ નથી, તેઓ એક રાજકીય નિર્વાસિત છે જે ધર્મના નામે ચીન વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાય છે."
દલાઈ લામાએ પણ આપી પ્રતિક્રિયા
ADVERTISEMENT
The Dalai Lama has won his first-ever Grammy Award. pic.twitter.com/RKs65qMzhH
— CONSEQUENCE (@consequence) February 2, 2026
ગ્રૅમી ઍવોર્ડ જીતવા પર પ્રતિક્રિયા આપતા, દલાઈ લામાએ તેને વ્યક્તિગત સિદ્ધિ તરીકે જોયું ન હતું. તેમણે કહ્યું, "હું આ સન્માન કૃતજ્ઞતા અને નમ્રતા સાથે સ્વીકારું છું. હું તેને વ્યક્તિગત બાબત તરીકે નહીં, પરંતુ આપણી સહિયારી વૈશ્વિક જવાબદારી તરીકે જોઉં છું. મારું માનવું છે કે શાંતિ, કરુણા, પર્યાવરણની સંભાળ અને માનવતાની એકતાને સમજવી એ આઠ અબજ માનવજાત માટે જરૂરી છે. હું આભારી છું કે આ ગ્રૅમી સન્માન આ સંદેશાઓને વધુ વ્યાપકપણે ફેલાવવામાં મદદ કરશે.
ગ્રૅમી એવોર્ડ્સમાં દલાઈ લામાનો વિજય
His Holiness the Dalai Lama Receives Grammy Recognition Highlighting Universal Responsibility and Compassion
— Dalai Lama (@DalaiLama) February 2, 2026
Grammy Award Best Audiobook Narration - Meditations: The Reflections of His Holiness the Dalai Lama.
I receive this recognition with gratitude and humility. I don’t see… pic.twitter.com/YhK5zlyhem
ગ્રૅમી એવોર્ડ્સમાં દલાઈ લામાએ કેથી ગાર્વર, ટ્રેવર નોહ, કેતનજી બ્રાઉન જૅક્સન અને ફેબ મોરવાન સહિત અન્ય નામાંકિતોને હરાવ્યા હતા. દલાઈ લામાનું મેડિટેશન્સ આલ્બમ એક સહયોગી પ્રયાસ છે, જેમાં શાંતિ અને કરુણા પરના તેમના ઉપદેશો તેમજ અમજદ અલી ખાન અને તેમના પુત્રો, અમાન અલી બંગશ અને અયાન અલી બંગશ દ્વારા બનેવલ મ્યુઝિક પણ દર્શાવવામાં આવી છે.
ચીન અને પાકિસ્તાન વિવાદ
ચીન એવો પણ આરોપ લગાવે છે કે દલાઈ લામા ગ્રૅમી ઍવોર્ડનો ઉપયોગ તેમના વિચારો અને કાર્યોને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે જે ચીનની નીતિઓની વિરુદ્ધ છે. ચીને વારંવાર દલાઈ લામાની વિદેશમાં થતી ક્રિયાપ્રતિક્રિયાઓ અને ઘટનાઓનો વિરોધ કર્યો છે. દરમિયાન, દલાઈ લામા કહે છે કે તેમનો ધ્યેય સ્વતંત્રતા નહીં પણ તિબેટ માટે વાસ્તવિક સ્વાયત્તતા છે. આ ઍવોર્ડે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે અને ચીન અને દલાઈ લામા વચ્ચે નવો રાજકીય વિવાદ ઉભો કરી શકે છે. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે દલાઈ લામાનો પ્રભાવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય સંદર્ભ પણ ધરાવે છે.


