ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે અમેરિકા જે ૧૧ સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું એને મેં ઉકેલી દીધી છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે અમેરિકા જે ૧૧ સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું એને મેં ઉકેલી દીધી છે. આ લિસ્ટમાં કૅનેડા સાથે વેપારને ફરી સંતુલિત કરવાનો, ચીનથી અમેરિકાના ઉત્પાદનનું રક્ષણ કરવાનો, NATOમાં ન્યાયીતા પુનઃ સ્થાપિત કરવાનો, કોરિયન દ્વીપકલ્પમાં શાંતિ જાળવી રાખવાનો, વેનેઝુએલામાં માદુરોની સરકારને ઊથલાવી દેવાનો, મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલની લડાઈનો અંત લાવવાનો, ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાનો, અમેરિકન ઊર્જા મુક્ત કરવાનો, ફુગાવાને કાબૂમાં રાખવાનો, કર ઘટાડવાનો અને સરહદોને સુરક્ષિત કરવાનો સમાવેશ છે.
