ફૅનની હરકતથી અર્જુન કપૂર અકળાઈ ગયો
અર્જુન કપૂર
અર્જુન કપૂર હાલમાં પોતાની કારમાં બેઠો હતો ત્યારે એક ચાહક તેની પાસે આવ્યો હતો અને અર્જુનને તેની સાથે તસવીર ક્લિક કરાવવા માટે વિનંતી કરી હતી. અર્જુને ચાહકની વાત માનીને તેની સાથે તસવીર પડાવવા માટે સંમતિ આપી હતી. જોકે ચાહક તસવીર લેવાને બદલે વિડિયો રેકૉર્ડ કરી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતાં અર્જુન અપસેટ થઈ ગયો હતો. આ પછી અર્જુને અકળાઈને તેને કહ્યું હતું કે ‘વિડિયો ક્યું બના રહા હૈ? ફોટો લે ના.’ જોકે ગુસ્સે થવા છતાં તેણે ફૅનની ઇચ્છા પૂરી કરી હતી.
