Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પના ભાષણ પર તેમનો જ કર્મચારી રમતો હતો સટ્ટો

ડોનલ્ડ ટ્રમ્પના ભાષણ પર તેમનો જ કર્મચારી રમતો હતો સટ્ટો

Published : 18 July, 2026 10:59 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેલિપ્રોમ્પ્ટર આ‍ૅપરેટરને ખબર રહેતી કે પ્રેસિડન્ટ શું બોલવાના છે, એના પર સટ્ટો રમીને ૮૦ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનો આક્ષેપ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસના ટેલિપ્રોમ્પ્ટર ઑપરેટર ગૅબ્રિઅલ પેરેઝને સસ્પેન્ડ કર્યો હતો. પેરેઝ પર પ્રમુખનાં જાહેર ભાષણોમાં વપરાનારાં ચોક્કસ શબ્દો અને વાક્યો પર સટ્ટો રમી નફો મેળવવાનો ગંભીર આક્ષેપો લાગ્યો હતો. પેરેઝે પ્રિડિક્શન પ્લૅટફૉર્મ કૅલશી પર સટ્ટો રમીને ૮૦ લાખ રૂપિયા (૧,૦૦,૦૦૦ ડૉલર)થી વધુની કમાણી કરી હતી.

વાઇટ હાઉસનાં પ્રેસ-સેક્રેટરી કૅરોલિન લીવિટે આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવીને કહ્યું હતું કે પ્રમુખના નિર્ણય બાદ પેરેઝને વગર પગારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે હવે વાઇટ હાઉસમાં કામ નહીં કરે. કૅલશી પ્લૅટફૉર્મે આ શંકાસ્પદ ટ્રેડિંગ પ્રવૃત્તિ પકડી પાડીને મામલો કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન (CFTC)ને સોંપ્યો હતો. પેરેઝ આ રકમ ઉપાડે એ પહેલાં જ તેનો આશરે ૭૨ લાખ રૂપિયા (૯૦,૦૦૦ ડૉલર)નો નફો ફ્રીઝ કરી દેવાયો છે. ૨૦૧૬થી કાર્યરત પેરેઝે ફેબ્રુઆરીના સ્ટેટ ઑફ ધ યુનિયન સહિત મહત્ત્વનાં અનેક ભાષણો પર સટ્ટો લગાવ્યો હોવાનો આક્ષેપ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 10:59 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK