Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે માઇક્રોસૉફ્ટ કંપનીને H-1B વીઝા-પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી

ડોનલ્ડ ટ્રમ્પે માઇક્રોસૉફ્ટ કંપનીને H-1B વીઝા-પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી

Published : 09 October, 2026 10:27 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે છેતરપિંડીના આરોપસર ટેક્નૉલૉજી દિગ્ગજ માઇક્રોસૉફ્ટને H-1B વીઝા-પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે

ગઈ કાલે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેરાત કરતા વાઇસ-પ્રેસિડન્ટ જે.ડી. વૅન્સ.

ગઈ કાલે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેરાત કરતા વાઇસ-પ્રેસિડન્ટ જે.ડી. વૅન્સ.


અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે છેતરપિંડીના આરોપસર ટેક્નૉલૉજી દિગ્ગજ માઇક્રોસૉફ્ટને H-1B વીઝા-પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વૅન્સે પત્રકાર પરિષદમાં આ વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે માઇક્રોસૉફ્ટે અમેરિકન કર્મચારીઓને છૂટા કરીને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓની ભરતી કરી છે. વૅન્સે આક્ષેપ કર્યો હતો કે કંપનીએ છૂટા કરેલા પ્રત્યેક અમેરિકન કર્મચારીની સામે દોઢ વિદેશી કર્મચારીને નોકરી પર રાખ્યા હતા. જોકે માઇક્રોસૉફ્ટ તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

શ્રમપ્રધાન કીથ સૉન્ડરલિંગે ઉમેર્યું હતું કે માઇક્રોસૉફ્ટ ઉપરાંત ઇન્ફોસિસ, તાતા, વિપ્રો, HCL, કૉગ્નિઝન્ટ, કેપજેમિની અને અડોબી જેવી વિશ્વની મોટી IT કંપનીઓને પણ આ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત અમેરિકન કર્મચારીઓના વેતનને પ્રભાવિત કરવાના આરોપસર હાર્વર્ડ, યેલ અને સ્ટૅનફર્ડ સહિત ૯ યુનિવર્સિટીઓ વિશે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 



H-1B વીઝા-પ્રોગ્રામ દ્વારા અમેરિકન કંપનીઓ વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી કરે છે. આ પ્રોગ્રામના લગભગ ૭૫ ટકા વીઝા ભારતીયોને મળે છે જેના કારણે આ નિર્ણય અમેરિકામાં કાયમી વસવાટની માગણી કરતા ભારતીય ટેક્નૉલૉજી પ્રોફેશનલ્સ માટે અત્યંત આઘાતજનક સાબિત થઈ શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ સિસ્ટમનો દુરુપયોગ ઓછા પગારે વિદેશી મજૂરો લાવવા માટે ન થવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 10:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK