અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન માટે પણ ગંભીર ચેતવણી
પ્રતીકાત્મક તસવીર
ચાલુ વર્ષે ભયાનક ગરમીને કારણે વિશ્વભરમાં સપ્ટેમ્બર ૨૦૨૬થી ફેબ્રુઆરી ૨૦૨૭ વચ્ચેના ૬ મહિનામાં આશરે ૪.૫૧ લાખ લોકોનાં મોત થવાની આશંકા છે. બુધવારે પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ‘ક્લાઇમેટ ઇમ્પૅક્ટ લૅબ’ના સંશોધકોએ આ ચોંકાવનારો દાવો કર્યો હતો. આ સમયગાળા દરમ્યાન સામાન્ય વર્ષોની સરખામણીમાં અતિશય ગરમ દિવસોની સંખ્યામાં ૪૪ ટકાનો જંગી વધારો થવાની સંભાવના છે.
આ કાળઝાળ ગરમીનો સૌથી મોટો માર આફ્રિકા અને એશિયાના દેશોને સહન કરવો પડશે. ગરમીથી સૌથી વધુ ૩૧,૪૦૦ મોત નાઇજીરિયામાં થઈ શકે છે. ત્યાર બાદ ઇન્ડોનેશિયામાં ૧૯,૩૦૦ અને સુદાનમાં ૧૭,૬૦૦ લોકોના જીવ જવાની દહેશત છે.
ADVERTISEMENT
સંશોધકોએ ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો એલ નીન્યોની અસર ૨૦૨૭ના ઉનાળા સુધી લંબાશે તો ભારત અને પાકિસ્તાન જેવા દેશો માટે સ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. અર્થશાસ્ત્રી માઇકલ ગ્રીનસ્ટોને વિશ્વના તમામ દેશોને લાખો લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઇમર્જન્સી પગલાં લેવાની અપીલ કરી હતી.
