Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન ઘાયલ, તેમનાં પત્નીનું મૃત્યુ થયું

ઈરાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન ઘાયલ, તેમનાં પત્નીનું મૃત્યુ થયું

Published : 03 April, 2026 11:42 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન જેમના માધ્યમથી સીઝફાયરની વાતો કરી રહ્યું હતું તેમના જ ઘર પર અમેરિકાએ કર્યો હુમલો

કમાલ ખરાજી

કમાલ ખરાજી


ઈરાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન કમાલ ખરાજીના તેહરાનના ઘર પર ગુરુવારે અમેરિકાએ હુમલો કર્યો હતો. એમાં તેમનાં પત્નીનું મૃત્યુ થયું હતું અને કમાલ ખરાજીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કમાલ ખરાજી હાલમાં ઈરાનની સ્ટ્રૅટેજિક ફૉરેન રિલેશન્સ કાઉન્સિલના ચૅરમૅન છે. આ સંસ્થા દેશના સર્વોચ્ચ નેતાને સલાહ આપે છે અને વિદેશનીતિ સાથે સંકળાયેલા નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એવું જાણવા મળ્યું છે કે કમાલ ખરાજી હાલમાં પાકિસ્તાનની સાથે સીઝફાયર વાતોને લઈને બૅકચૅનલના સંપર્કમાં હતા. જોકે એ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 11:42 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK