પત્ની સિલિયાની સાથે ૨૦૦૫માં સજોડે પુટ્ટપાર્થી આવ્યા હતા અને ભારતની બહાર પ્રથમ સાંઈ કેન્દ્ર ૧૯૭૦ના દાયકામાં કારાકાસમાં સ્થાપિત થયું હતું
અમેરિકાએ જેમની ધરપકડ કરી છે એવા વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો ભારતના આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાના અનુયાયી છે.
અમેરિકાએ જેમની ધરપકડ કરી છે એવા વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો ભારતના આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાના અનુયાયી છે. સત્ય સાંઈબાબા સાથે તેમનો આધ્યાત્મિક સંબંધ હતો જે બહુ ઓછો જાણીતો હતો. જેને તેઓ વર્ષોથી અનુસરતા હતા. માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ પુટ્ટપાર્થી ખાતેના સાંઈબાબાના આશ્રમની ઘણી વખત મુલાકાત લેતાં હતાં. તાજેતરનાં વર્ષોમાં પણ ગુરુનું જાહેરમાં સન્માન કરતાં હતાં. એવું કહેવાય છે કે તેમણે કારાકાસમાં તેમની ઑફિસમાં સત્ય સાંઈબાબાનું એક મોટું ચિત્ર રાખ્યું હતું જે ભારતીય ગુરુ પ્રત્યેનો તેમનો ઊંડો આદર દર્શાવે છે.
નિકોલસ માદુરો બસ-ડ્રાઇવર હતા અને બાદમાં યુનિયનના નેતા હ્યુગો ચાવેઝના નજીકના સાથી બન્યા હતા. સાંઈબાબા સાથેનો સંબંધ માદુરોનાં પત્ની સિલિયા ફ્લોરેસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. તે માદુરોના ઘણા સમય પહેલાં સાંઈબાબાની ભક્ત હતી.
ADVERTISEMENT
વેનેઝુએલાના પ્રેસિડન્ટ બન્યા એના ઘણા સમય પહેલાં માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસે ૨૦૦૫માં આંધ્ર પ્રદેશના પુટ્ટપાર્થીમાં આવેલા સાંઈબાબાના આશ્રમની મુલાકાત લીધી હતી. તેઓ ઘણી વાર વેનેઝુએલાનાં મોટાં પ્રતિનિધિમંડળો સાથે સાંઈબાબાને મળતા હતા.
સાંઈબાબાને પણ માદુરોનો ટેકો મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે ભારતની બહાર પ્રથમ સાંઈ કેન્દ્ર ૧૯૭૦ના દાયકામાં કારાકાસમાં સ્થાપિત થયું હતું. એ પછી વિશ્વના લગભગ ૧૧૩ દેશોમાં કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. તેમણે લૅટિન અમેરિકામાં સ્કૂલો, માનવમૂલ્ય સંસ્થાઓ અને તબીબી આઉટરીચ કાર્યક્રમો ચલાવ્યા છે.


