ગબ્બર સે એક હી આદમી બચા સકતા હૈ, ખુદ ગબ્બર જેવી ભૂમિકામાં ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે એક ન્યુઝપેપરને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે કમાન્ડર ઇન ચીફ તરીકેનો મારો અધિકાર ફક્ત મારી પોતાની નૈતિકતા દ્વારા મર્યાદિત છે જે અમેરિકન લશ્કરી, આર્થિક અને રાજકીય શક્તિના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય કાયદા અને અન્ય બાહ્ય નિયંત્રણોને નકારી કાઢે છે.
ઇન્ટરવ્યુમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તમારી વૈશ્વિક શક્તિઓ પર કોઈ મર્યાદા છે? ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘મારી પોતાની નૈતિકતા. મારું પોતાનું મન. એ એકમાત્ર વસ્તુ છે જે મને રોકી શકે છે. મને આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર નથી.’
ADVERTISEMENT
તમારા પ્રશાસને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ કે નહીં એવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું પાલન કરું છું, પરંતુ ક્યારે આવાં નિયંત્રણો લાગુ પડશે એ હું નક્કી કરીશ. આ બધું આંતરરાષ્ટ્રીય કાયદાની તમારી વ્યાખ્યા શું છે એના પર આધાર રાખે છે.’


