Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકીને મેં ૩ કરોડ લોકોના જીવ બચાવ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકીને મેં ૩ કરોડ લોકોના જીવ બચાવ્યા

Published : 23 September, 2026 11:53 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

UNGAના ૮૧મા સત્રમાં ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને બરબાદ કરવાની ચીમકી ઉચ્ચારીને રશિયાને પણ યુદ્ધ રોકવાની સલાહ આપી

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલી (UNGA)ના ૮૧મા સત્રમાં પોતાના સંબોધન દરમ્યાન અનેક આક્રમક નિવેદનો આપ્યાં હતાં. ટ્રમ્પે પોતાની પીઠ થપથપાવતાં દાવો કર્યો હતો કે જો મેં દરમ્યાનગીરી ન કરી હોત તો મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું હોત.

ભારત-પાકિસ્તાન યુદ્ધ : ટ્રમ્પે દાવો કર્યો કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમનો આભાર માનતાં કહ્યું હતું કે ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે યુદ્ધ રોકીને ૩ કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.



ઈરાન માટે સીધી ચીમકી : ઈરાન સામેના યુદ્ધને યોગ્ય ઠેરવતાં ટ્રમ્પે કહ્યું કે હવે ઈરાન કોઈને ડરાવી શકે એમ નથી, જો ઈરાન હુમલા બંધ નહીં કરે તો અમેરિકા એને નર્કમાં ધકેલી દેશે અને કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેવામાં આવશે નહીં.


રશિયાને સ્પષ્ટ સંદેશ : મંચ પર પહોંચતાં જ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓ યુક્રેન સાથેનું યુદ્ધ હવે પૂરું કરે.

મીડિયા સાથે સંઘર્ષ : વાઇટ હાઉસમાંથી કેટલાંક મીડિયા હાઉસને પ્રતિબંધિત કરવાના વિવાદ વચ્ચે ટ્રમ્પે પોતાના ભાષણમાં પણ અમેરિકાને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાવીને ૧૫ લાખ અમેરિકનોને ગરીબીમાંથી બહાર કાઢવાનો દાવો કર્યો હતો.


UN ચીફની ચેતવણી
પોતાના અંતિમ UNGA સંબોધનમાં UN ચીફ ઍન્ટોનિયો ગુટેરેસે વિશ્વના સુપરપાવર દેશોને ચેતવણી આપતાં કહ્યું હતું કે માત્ર સૈન્યની તાકાતથી શાંતિ સ્થાપી શકાય નહીં. તેમણે અમેરિકા અને ચીનને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના નિયમન માટે શીત યુદ્ધ સમય જેવો સંવાદ શરૂ કરવાની પણ માગણી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 11:53 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK