થાણેના વર્તકનગરમાં બેફામ બનેલા યુવકોએ અડધી રાત્રે આડેધડ કાર ચલાવીને બબાલ કરી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
થાણેના વર્તકનગરમાં બેફામ બનેલા યુવકોએ અડધી રાત્રે આડેધડ કાર ચલાવીને બબાલ કરી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં પૂરપાટ ઝડપે જતી એક કારના બોનેટ પર એક જણ સૂતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારના સ્ટન્ટ કરનારાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે એવી માગણી સોશ્યલ મીડિયા પર કરવામાં આવી રહી છે. કોસ્ટલ રોડ પર BMW કારના થયેલા અકસ્માતની ઘટના તાજી છે ત્યારે બેદરકારીભર્યા ડ્રાઇવિંગનો મુદ્દો ફરી ચગ્યો છે. આ પ્રકારે ડ્રાઇવિંગ કરીને પોતાનો જ નહીં, અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકવામાં આવતો હોવાને કારણે પોલીસે આ રીતે સ્ટન્ટબાજી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી નેટિઝન્સ દ્વારા કરવામાં આવી રહી છે.
