સૌથી ખતરનાક દેશોમાં પહેલા ક્રમાંકે વેનેઝુએલા, ત્યાર બાદ પપુઆ ન્યુ ગિની, હૈતી, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, હૉન્ડુરસ, ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો, સિરિયા, જમૈકા અને પેરુનો સમાવેશ છે.
મોદી-ટ્રમ્પ
વિશ્વની સૌથી મોટી ઑનલાઇન ડેટાબેઝ સર્બિયન એજન્સી નુમ્બિઓ દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૦૨૫ના વિશ્વના સુરક્ષિત દેશોની યાદીમાં અમેરિકા ૮૯મા ક્રમાંકે છે, જ્યારે ભારત ૬૬મા અને પાકિસ્તાન ૬૫મા ક્રમાંકે છે. આમ અમેરિકા કરતાં ભારત અને પાકિસ્તાન વધુ સુરક્ષિત છે.
આ લિસ્ટ તૈયાર કરવા માટે દિવસે અને રાત્રે ચાલતી વખતે રહેવાસીઓ પોતાને કેટલા સલામત માને છે તથા લૂંટ, ચોરી, કારચોરી, અજાણ્યા લોકો દ્વારા થતા શારીરિક હુમલા, જાહેર સ્થળો પર હેરાનગતિ, રંગભેદ, વંશવાદ અને ધર્મના આધારે ભેદભાવ જેવાં પરિબળો પર આધાર રાખવામાં આવ્યો હતો. આ સિવાય ઘરફોડી, સંપત્તિની તોડફોડ, હત્યા, જાતીય અત્યાચાર જેવા હિંસક ગુનાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સ્પેન અને ફ્રાન્સ વચ્ચે આવેલા એન્ડોરાએ સલામતીના પ્રભાવશાળી ૮૪.૭ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ દેશ ટચૂકડો છે જેનો વિસ્તાર ૧૨૧ ચોરસ માઇલ છે અને વસ્તી ૮૨,૬૩૮ છે. એન્ડોરા બાદ બીજા ક્રમાંકે યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (૮૪.૫), કતર (૮૪.૨), તાઇવાન (૮૨.૯) અને ઓમાન (૮૧.૭) છે. ૭૮.૫ના સ્કોર સાથે હૉન્ગકૉન્ગ છઠ્ઠા ક્રમાંકે, ૭૭.૪ના સ્કોર સાથે સિંગાપોર નવમા ક્રમાંકે અને ૭૭.૧ના સ્કોર સાથે જપાન દસમા ક્રમાંકે છે.
ADVERTISEMENT
સૌથી ખતરનાક દેશોમાં પહેલા ક્રમાંકે વેનેઝુએલા, ત્યાર બાદ પપુઆ ન્યુ ગિની, હૈતી, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, હૉન્ડુરસ, ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો, સિરિયા, જમૈકા અને પેરુનો સમાવેશ છે.

