Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > UAEના ભારતના રાજદૂતે કહી દીધી મોટી વાત: નરેન્દ્ર મોદીનો એક ફોન મિડલ ઈસ્ટના યુદ્ધને સમાપ્ત કરી શકે છે

UAEના ભારતના રાજદૂતે કહી દીધી મોટી વાત: નરેન્દ્ર મોદીનો એક ફોન મિડલ ઈસ્ટના યુદ્ધને સમાપ્ત કરી શકે છે

Published : 10 March, 2026 07:07 AM | IST | United Arab Emirates
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન મોદીનો ઈરાન અને ઇઝરાયલમાં તેમના સમકક્ષોને એક ફોન આ સમસ્યા હલ કરાવી શકે છે અને યુદ્ધ પૂરું થઈ શકે છે.

ભારતમાં UAEના રાજદૂત હુસેન હસન મિર્ઝા

ભારતમાં UAEના રાજદૂત હુસેન હસન મિર્ઝા


મિડલ ઈસ્ટના ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર શરૂ કરી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઊર્જાપૂર્તિની ચિંતા મંડરાવા લાગી છે. યુદ્ધમાં સામેલ દેશો પણ અસુરક્ષાની ચરમ પર છે ત્યારે ભારતમાં UAEના રાજદૂત હુસેન હસન મિર્ઝાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં જબરો વિશ્વાસ દાખવતું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદી જો ઈરાન અને ઇઝરાયલમાં બેઠેલા તેમના સમકક્ષો સાથે વાત કરશે તો તેમનો એક ફોન-કૉલ મુદાને હલ કરી શકે છે. સાચું કહું તો મને સમજાતું નથી કે અમે (UAE) આમાં કેમ સામેલ થયા છીએ? વડા પ્રધાન મોદીનો ઈરાન અને ઇઝરાયલમાં તેમના સમકક્ષોને એક ફોન આ સમસ્યા હલ કરાવી શકે છે અને યુદ્ધ પૂરું થઈ શકે છે. મોદી પરનો આ વિશ્વાસ બન્ને નેતાઓ સાથેના મજબૂત સંબંધોને કારણે છે. બન્ને દેશોને મોદી માટે ખૂબ સન્માન છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 07:07 AM IST | United Arab Emirates | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK