Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતની અમેરિકા સમક્ષ માગણીઃ અમારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરો

ભારતની અમેરિકા સમક્ષ માગણીઃ અમારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરો

Published : 17 October, 2026 02:32 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના ઇલિનૉઇ રાજ્યમાં આવેલા હિન્દુ મંદિર પર મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ રહ્યું એ પછી ભારતે અમેરિકી સરકાર સમક્ષ ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી છે.

હિન્દુ મંદિરમાં કત્લેઆમ કરવાનું કાવતરું ઘડનારો ટીનેજર

હિન્દુ મંદિરમાં કત્લેઆમ કરવાનું કાવતરું ઘડનારો ટીનેજર


અમેરિકાના ઇલિનૉઇ રાજ્યમાં આવેલા હિન્દુ મંદિર પર મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ રહ્યું એ પછી ભારતે અમેરિકી સરકાર સમક્ષ ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી છે. વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના આપણા માટે અત્યંત ચિંતાનો વિષય છે અને અમેરિકાએ ભારતીય સમુદાયની રક્ષા માટે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. 
શિકાગોના પૅલેટિન વિસ્તારમાંથી ૧૧ ઑક્ટોબરે પોલીસે ૧૯ વર્ષના ઍલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ નામના ટીનેજરની ધરપકડ કરી હતી. આરોપીએ શિકાગો પાસે આવેલા ઑરોરા સ્થિત શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 02:32 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK