ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે હત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી.
ઉર્વી પટેલ, પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને આરોપી.
અમેરિકામાં વધુ એક ભારતીય પર હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના વર્જિનિયામાં મૂળ મહેસાણાનાં પિતા-પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને ઉર્વી પ્રદીપકુમાર પટેલ સ્ટોરમાં બેઠાં હતાં એ સમયે એક અશ્વેત વ્યક્તિએ સ્ટોરમાં પ્રવેશ કરીને બન્નેને ગોળી મારી હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હુમલાખોરની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે હત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી.

