જોકે પછીથી તેને છોડી મુકાયો હતોઃ પોલીસે આરોપીનાં કરતૂતનો શિકાર બનનાર છોકરીઓને ફરિયાદ કરવાનું આહ્વાન કર્યું
આરોપી
કૅનેડાના એક વૉટરપાર્કમાં ૧૨ ટીનેજરોની જાતીય સતામણી કરવા બદલ પોલીસે ભારતીય મૂળના ૨૫ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. એક મહિલાએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે જો તમે મૅજિક માઉન્ટન વૉટરપાર્કમાં જતાં હો તો સાવચેત રહેજો, કારણ કે ત્યાં એક વ્યક્તિ મહિલાઓની જાતીય સતામણી કરે છે. આ પોસ્ટના આધારે બીજા દિવસે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને એ યુવકની ધરપકડ કરી હતી. જોકે પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હવે ૨૪ ઑક્ટોબરે તેણે કોર્ટમાં હાજર થવાનું છે. નવાઈની વાત એ છે કે પોલીસે આરોપીનું નામ જાહેર નથી કર્યું.
૭ જુલાઈની આ ઘટના બાદ પોલીસે લોકોને ફરિયાદ કરવા આગળ આવવાનું આહ્વાન કર્યું છે. પોલીસે કહ્યું હતું કે ‘અમે પેરન્ટ્સને કહી રહ્યા છીએ કે તમારાં બાળકોને પૂછો કે તેઓ ૭ જુલાઈની આસપાસ મૅજિક માઉન્ટન વૉટરપાર્ક ગયાં હતાં? અમે લોકોને એ પણ કહેવા માગીએ છીએ કે જાતીય સતામણીની ફરિયાદ ગમે ત્યારે થઈ શકે છે. જો કોઈ આ યુવકનાં કરતૂતનો ભોગ બન્યું હોય તો તેમણે ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. અમે તેમની વાત સાંભળીશું અને માનીશું પણ ખરા.’