જપ્ત કરીને ઈરાન લઈ જવામાં આવ્યાં, ભારતે વિરોધ નોંધાવ્યો
હોર્મુઝની ખાડી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત આવી રહેલાં બે ભારતીય કાર્ગો જહાજ ‘જગ અર્ણવ’ અને ‘સનમાર હેરલ્ડ’ પર હુમલો કરીને એમને કબજે કરી લીધાં છે. ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતાં આ જહાજો પર ગોળીબાર કર્યો હતો. એમાં જહાજોને કોઈ નુકસાન થયું નથી.
ઈરાની સૈન્ય ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ આ બે જહાજોને નિશાન બનાવ્યાં છે. એમને ઈરાન લઈ જવામાં આવી રહ્યાં છે. ઈરાને પહેલાં પણ ભારતીય જહાજો પર હુમલો કર્યો છે.
આ મુદ્દે દિલ્હીમાં વિદેશમંત્રાલયે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાનના રાજદૂતને બોલાવીને આ વિશે જાણકારી આપવામાં આવી હતી અને આ જહાજોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી હતી.
