Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાને હિન્દ મહાસાગરમાં ૪૦૦૦ કિલોમીટર દૂર આવેલા અમેરિકા અને બ્રિટનના બેઝ પર મિસાઇલ્સ છોડી, દુબઈમાં ધડાકા સંભળાય

ઈરાને હિન્દ મહાસાગરમાં ૪૦૦૦ કિલોમીટર દૂર આવેલા અમેરિકા અને બ્રિટનના બેઝ પર મિસાઇલ્સ છોડી, દુબઈમાં ધડાકા સંભળાય

Published : 22 March, 2026 09:08 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મિસાઇલને હવામાં તોડી પાડવાની પુષ્ટિ કરી હતી અને એક મિસાઇલ નિષ્ફળ રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વિસ્તરી રહ્યું છે. ઈરાને શનિવારે હિન્દ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના વ્યૂહાત્મક લશ્કરી મથક ડીએગો ગાર્સિયા પર હુમલો કર્યો હતો અને બે મીડિયમ રેન્જ બૅલેસ્ટિક મિસાઇલ્સ છોડી હતી. ઈરાનથી આશરે ૪૦૦૦ કિલોમીટર દૂર બેઝ પરનો હુમલો ઈરાનનો સૌથી મોટો અને દુર્લભ હુમલો માનવામાં આવે છે. અમેરિકી અધિકારીઓએ એક મિસાઇલને હવામાં તોડી પાડવાની પુષ્ટિ કરી હતી અને એક મિસાઇલ નિષ્ફળ રહી હતી.

આ હુમલા બાદ દુબઈમાં પણ ઍર ડિફેન્સ સિસ્ટમ ઍક્ટિવ થઈ હતી અને જોરદાર ધડાકાના અવાજ સંભળાયા હતા. યુદ્ધ હિન્દ મહાસાગર સુધી વિસ્તર્યું છે, કારણ કે ૪ માર્ચે અમેરિકાની સબમરીને ઈરાનના એક યુદ્ધજહાજને ડુબાડી દીધું હતું જેમાં ૮૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડીએગો ગાર્સિયા ચાગોસ આઇલૅન્ડમાં આવેલું એક મહત્ત્વપૂર્ણ લશ્કરી બેઝ છે, અફઘાનિસ્તાન અને ઇરાકમાં બૉમ્બ છોડવા માટે અમેરિકા એનો ઉપયોગ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 09:08 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK