Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાને જાહેર કરી એક કરોડ રિયાલની નોટ, ભારતમાં આ નોટનું મૂલ્ય માત્ર ૭૧૨ રૂપિયા

ઈરાને જાહેર કરી એક કરોડ રિયાલની નોટ, ભારતમાં આ નોટનું મૂલ્ય માત્ર ૭૧૨ રૂપિયા

Published : 22 March, 2026 09:06 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાન દ્વારા આટલી મોટી નોટ જાહેર કરવા પાછળનું મુખ્ય કારણ અતિશય ફુગાવો છે

ભારતીય ચલણમાં એનું મૂલ્ય માત્ર ૭૧૨ રૂપિયા જેટલું જ છે.

ભારતીય ચલણમાં એનું મૂલ્ય માત્ર ૭૧૨ રૂપિયા જેટલું જ છે.


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવ અને આર્થિક પ્રતિબંધો વચ્ચે ઈરાનની અર્થવ્યવસ્થા ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી ઈરાનની સેન્ટ્રલ બૅન્કે એક કરોડ રિયાલની નવી ચલણી નોટ બજારમાં મૂકી છે. આ રકમ કોઈને પણ કરોડપતિ જેવો અહેસાસ અપાવે, પણ ભારતીય ચલણમાં એનું મૂલ્ય માત્ર ૭૧૨ રૂપિયા જેટલું જ છે.

ઈરાન દ્વારા આટલી મોટી નોટ જાહેર કરવા પાછળનું મુખ્ય કારણ અતિશય ફુગાવો છે. વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને તાજેતરના ઈરાન-ઇઝરાયલ સંઘર્ષે દેશની બૅન્કિંગ સિસ્ટમને હચમચાવી નાખી છે. દેશનું ચલણ રિયાલ એટલું નબળું પડી ગયું છે કે સામાન્ય લોકોને દૂધ, બ્રેડ અથવા શાકભાજી જેવી રોજિંદી ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારમાં નોટોનાં બંડલો લઈને જવું પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે લોકોને મોટી માત્રામાં રોકડ વહન કરવાથી રાહત આપવા માટે ઉચ્ચ મૂલ્યની નોટો છાપવાનો નિર્ણય લીધો છે. જો આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો આજે પણ ૫૦૦ રૂપિયાની નોટ ખૂબ જ મોટી ખરીદશક્તિ ધરાવે છે, જ્યારે ઈરાનમાં એક કરોડ રિયાલની નોટ પણ એક સરેરાશ પરિવાર માટે એક દિવસનું રાશન ખરીદવા માટે પૂરતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 09:06 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK