ઈરાને ચીન તરફથી વૉરમાં મળેલા મજબૂત સમર્થન અને યુદ્ધ સમયે સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે
હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તનાવ વચ્ચે ઈરાને કોઈ પણ દેશનાં તેલનાં જહાજો હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાંથી પસાર નહીં થઈ શકે એવું કહેલું, પરંતુ એક ચોંકાવનારા ખબર સામે આવ્યા છે. ઈરાને આ માર્ગ ચીન માટે ખોલી આપ્યો છે. ઈરાને ચીન તરફથી વૉરમાં મળેલા મજબૂત સમર્થન અને યુદ્ધ સમયે સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ઈરાની રેવલ્યુશનરી ગાર્ડ્સના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે અન્ય દેશોનાં જહાજો, ખાસ કરીને પશ્ચિમ અને એમના સહયોગી દેશોનાં ટૅન્કરોને આ રસ્તા પરથી નહીં જ પસાર થવા દેવામાં આવે.
ઈરાનના આ નિર્ણયથી ભારતને મોટો ઝટકો લાગશે, કેમ કે ભારત મોટા ભાગના તેલની જરૂરિયાત માટે ખાડી દેશો પાસેથી હોર્મુઝ સ્ટ્રેટનો જ ઉપયોગ કરે છે.
