Joe Biden Health: ૮૨ વર્ષના જો બાઈડન છેલ્લા થોડાક સમયથી પેશાબની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. આ માટે તેમણે ડૉક્ટરની સલાહ લીધી હતી
જો બાઈડનની ફાઇલ તસવીર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા (Joe Biden Health) છે. પ્રાપ્ત અહેવાલો જણાવી રહ્યા છે કે તેઓને પ્રોસ્ટેટ કેન્સર થયું છે. તાજેતરમાં જ તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓને કેન્સર હોવાનું નિદાન થયું છે.
એવી પણ માહિતી મળી છે કે તેઓને થયેલું પ્રોસ્ટેટ કેન્સર તેઓના શરીરના હાડકાંઓ સુધી ફેલાઈ ગયું છે. જો બાઈડનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા આ અપડેટ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
૮૨ વર્ષના જો બાઈડન છેલ્લા થોડાક સમયથી પેશાબની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. આ માટે તેમણે ડૉક્ટરની સલાહ લીધી હતી. ત્યારબાદ જ્યારે ડોક્ટરે મેડિકલ ચેકઅપ કર્યું ત્યારે આ ચોંકાવનારા સમાચાર સમે આવ્યા છે.
મૂત્ર સંબંધી લક્ષણો દેખાતાં જ ડોક્ટરોએ તરત એવું નિદાન આપ્યું કે જો બાઈડનને પ્રોસ્ટેટ કેન્સર (Joe Biden Health) થયું છે. પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયા બાદ જો બાઈડન અને તેમનો પરિવાર ડોકટરો સાથે સારવારના વિકલ્પોની ચર્ચા કરી રહ્યો છે.
"Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump ?? pic.twitter.com/6HjermTGK7
— The White House (@WhiteHouse) May 18, 2025
જો બાઈડનના પ્રોસ્ટેટ કેન્સરની જાણ થયા બાદ ડોનલ્ડ ટ્રમ્પ પણ દુખી જોવા મળી રહ્યા છે. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે - હું અને મેલાનિયા જો બાઈડનના તાજેતરના મેડિકલ રિપોર્ટ વિશે જાણીને દુઃખી થયાં છીએ. અમે જીલ અને તેના પરિવારને અમારી સાંત્વના પાઠવીએ છીએ. આ સાથે જ અમને આશા છે કે જો બાઈડન ઝડપથી સંપૂર્ણરીતે સ્વસ્થ થઈ જશે.
તમને એ પણ જણાવી દઈએ કે 82 વર્ષીય જો બાઈડનના (Joe Biden Health) પુત્ર બ્યુ બાઈડનનું પણ 2015માં કેન્સરથી જ મોત થયું હતું. આ સાથે જ તમને જણાવી દઈએ કે તેના શરીરમાં જે કેન્સરનું નિદાન થયું હતું તેમાં `ગ્લિસન સ્કોર 9 (ગ્રેડ ગ્રુપ 5)` હોવાનું જાણવા મળ્યું હતું.અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, ખૂબ જ અસામાન્ય દેખાતા પ્રોસ્ટેટ કેન્સરને સૌથી વધુ રેટિંગ, ગ્રેડ 5 આપવામાં આવે છે. ગ્લિસન સ્કોર 10 સુધી જાય છે. અન્ય પરથી તમે અનુમાન લગાડી શકશો કે તેણે થયેલું કેન્સર કેટલું વ્યાપી ગયું હતું.
હવે વાત કરીએ જો બાઈડનને થયેલા આ રોગ વિષે. પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થતું જોવા મળતું હોય છે. એ પુરુષોમાં થનારું એક સામાન્ય કેન્સર માનવામાં છે. આ કેન્સર છે એ પ્રોસ્ટેટ ગ્રંથિમાં જોવા મળે છે. જે પુરુષોમાં મૂત્રાશયની નીચેના ભાગમાં હોય છે. આ કેન્સર ધીમે ધીમે વધે છે અને વર્ષો પછી તેનું નિદાન થતું હોય છે. ઘણા કેસમાં તો એ કેન્સર એટલું તીવ્રતાથી ફેલાય છે કે શરીરના અન્ય અંગો-ઉપાંગોમાં પણ ફેલાઈ જાય છે.
જો બાઈડનના કેન્સરના નિદાન (Joe Biden Health) બાદ અમેરિકન રાજકારણમાં જરાક ખળભળ પણ મચી જવા પામી છે. ઘણા વિશ્લેષકો એવો સાર કાઢી રહ્યા છે કે આ સમાચાર તેમના જાહેર જીવન પર સંપૂર્ણ વિરામ અપાવી શકે છે.

