શાહિદ આફ્રિદીએ ઇસ્લામાબાદમાં પીએમ નિવાસસ્થાને મળેલી મુલાકાત દરમિયાન વડા પ્રધાન શેહબાઝ શરીફને અભિનંદન આપ્યા. ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર આ ભૂતપૂર્વ ક્રિકેટરને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એવોર્ડ આપ્યો છે.
શાહિદ આફ્રિદી શાહબાઝ શરીફ સાથે, અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
પાકિસ્તાન અને તેના આતંકવાદી અડ્ડાને નષ્ટ કરવા માટે ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર કર્યું હતું. ભારતની આ કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું હતું તેમ છતાં ત્યાંના કેટલાક લોકો પોતે સફળ રહ્યા હોવાના ઢોલ વગાડી રહ્યા છે. તાજેતરમાં એવી જ એક ઘટના સામે આવી છે પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે અને ત્યાંના લોકો કંઈ પણ કરતા જોવા મળી રહ્યા છે. આમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનો પણ સમાવેશ થાય છે, જે સતત જૂઠું બોલવા અને ખોટો પ્રચાર કરવા માટે જાણીતો બન્યો છે. આફ્રિદીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાન આર્મી ચીફ આસીમ મુનીરને ગાલ પર પપ્પી કરતો જોવા મળી રહ્યો છે. કદાચ શાહિદ આફ્રિદી ભૂતકાળમાંથી શીખતો નથી. વર્લ્ડ કપ વિજેતા ઇમરાન ખાનને જેલમાં સડાવી રહેલી પાકિસ્તાની સેના કોઈ પણ ક્રિકેટરનો નજીકનો સંબંધી ન હોઈ શકે.
શાહિદ એવોર્ડ લેવા પહોંચ્યો હતો
ADVERTISEMENT
શાહિદ આફ્રિદીએ ઇસ્લામાબાદમાં પીએમ નિવાસસ્થાને મળેલી મુલાકાત દરમિયાન વડા પ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન આપ્યા. ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર આ ભૂતપૂર્વ ક્રિકેટરને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એવોર્ડ આપ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કૅપ્ટન શાહિદ આફ્રિદી અને ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીરને મળ્યા હતા. બન્ને ભૂતપૂર્વ ખેલાડીઓએ અસીમ મુનીર સાથે હાથ મિલાવ્યા. આ પછી શાહિદે મુનીરને ગાલ પર કિસ પણ કરી. આ પહેલા શાહિદ આફ્રિદી પણ યુદ્ધવિરામની જાહેરાત બાદ કરાચીના રસ્તાઓ પર રૅલી સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
View this post on Instagram
આફ્રિદી કાશ્મીર પર અનેક વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
જ્યારે આખી દુનિયા કાશ્મીરના પહલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલાની નિંદા કરી રહી છે, ત્યારે પણ શાહિદ આફ્રિદીએ કંઈક એવું કહ્યું હતું જે સાંભળીને દરેક ભારતીયનું લોહી ઉકળી જશે. શાહિદ આફ્રિદી એટલી હદે પડી ગયો કે તેણે કહ્યું કે ભારત પોતાના જ લોકોને મારી નાખે છે. એવું નથી કે આફ્રિદીએ આવું ઘૃણાસ્પદ કૃત્ય પહેલી વાર કર્યું હોય. 2020 માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ની મુલાકાત દરમિયાન, આફ્રિદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતમાં ધાર્મિક અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
2019 માં, જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના નિર્ણયના એક દિવસ પછી, શાહિદ આફ્રિદીએ સંયુક્ત રાષ્ટ્ર અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરિસ્થિતિનું ધ્યાન લેવા વિનંતી કરી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં થઈ રહેલા બિનજરૂરી આક્રમણ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ પર ધ્યાન આપવું જોઈએ. શાહિદ આફ્રિદીએ નવેમ્બર 2018 માં પણ કાશ્મીર વિશે અનેક ખોટી વાતો કરી હતી અને તેની સ્વતંત્રતા માટે હાકલ કરી હતી.

