Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા-મેક્સિકો સરહદ પર ૨૬૫ મીટર લાંબી ટનલ મળી

અમેરિકા-મેક્સિકો સરહદ પર ૨૬૫ મીટર લાંબી ટનલ મળી

Published : 04 June, 2026 09:24 AM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હથિયારોની દાણચોરી અને ડ્રગ્સની હેરફેર માટે એનો ઉપયોગ થતો હતો

ડ્રગ્સની હેરાફેરી માટેની ભૂગર્ભ ટનલ અમેરિકાની સરહદ પરની એક ઑફિસમાંથી નીકળતી હતી. ટનલ મારફત હેરફેર થતો શંકાસ્પદ માલ જપ્ત થયો હતો.

ડ્રગ્સની હેરાફેરી માટેની ભૂગર્ભ ટનલ અમેરિકાની સરહદ પરની એક ઑફિસમાંથી નીકળતી હતી. ટનલ મારફત હેરફેર થતો શંકાસ્પદ માલ જપ્ત થયો હતો.


મેક્સિકન અધિકારીઓએ અમેરિકા-મેક્સિકો સરહદ નજીક એક ભૂગર્ભ ટનલ શોધી કાઢી છે જે મેક્સિકન શહેર ટીઅવાનાને અમેરિકન શહેર સૅન ડિએગોની એક સ્ટ્રીટને જોડી શકે છે. આ ટનલ લાઇટિંગ, વેન્ટિલેશન અને ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી સજ્જ હતી. આ ટનલ આશરે ૨૬૫ મીટર (લગભગ ૮૭૦ ફુટ) લાંબી હતી. એ ભૂગર્ભમાં આશરે ૬.૩ મીટર (૨૧ ફુટ) ઊંડાઈએ હતી. આ ટનલનો ઉપયોગ હથિયારો, વિસ્ફોટકો અને ગેરકાયદે ડ્રગ્સના સંગ્રહ, લૉજિસ્ટિક્સ અને હેરફેર કેન્દ્ર તરીકે થતો હોવાની આશંકા છે. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બન્ને દિશામાં વસ્તુઓની આપ-લે માટે રચાયેલી ઇલેક્ટ્રૉનિક સ્લાઇડિંગ મેકૅનિઝમ પણ એમાં સામેલ છે.

ટનલમાંથી દારૂગોળો, શંકાસ્પદ મેથામ્ફેટામાઇન, શંકાસ્પદ ગાંજો, સેલફોન અને વિવિધ દસ્તાવેજો મળી આવ્યાં હતાં. એમાંથી ૧૦૦૦ કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 09:24 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK