વિરોધી ગઠબંધન યહૂદી-અારબ ભાગીદારીના પક્ષમાં
બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલમાં ચૂંટણીની મતગણતરી વચ્ચે બેન્જામિન નેતન્યાહુની પાર્ટીએ આરબ પક્ષો પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ મતદારોને લાંચ આપવા, ધમકી અને હિંસાનો ઉપયોગ કરવા તથા નકલી ઓળખથી મતદાન કરાવવા જેવા કથિત ગુનાઓની તપાસની માગણી કરી હતી.
બીજી તરફ ઇઝરાયલના આરબ બહુમતી ધરાવતા જૉઇન્ટ લિસ્ટ ગઠબંધનના અધ્યક્ષ યુસેફ જબારીને નેતન્યાહુ સરકારને સત્તા પરથી હટાવવા માટે યહૂદી અને આરબ પક્ષોને એક થવા માટે ભાગીદારીની હાકલ કરી હતી. જોકે નેતન્યાહુએ આરબ પક્ષોના ટેકાથી સરકાર રચવાનો વિરોધ કરતાં તેમને ઇઝરાયલના અસ્તિત્વ માટે જોખમ ગણાવ્યા હતા.
