Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છાનામાના કચરો સગેવગે કરશો તો પણ AI પકડી પાડશે

છાનામાના કચરો સગેવગે કરશો તો પણ AI પકડી પાડશે

Published : 30 October, 2026 08:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગંદકી કરનારા અને જ્યાં-ત્યાં કચરો ફેંકનારાને પકડવા BMCએ બેસાડ્યા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત કૅમેરા, કચરો ફેંકતી વખતે ચેતવણી આપશે અને પછી ફેશ્યલ રેકગ્નિશન ટેક્નૉલૉજીથી ઓળખીને દંડ ફટકારવામાં આવશે

કચરો ફેંકતો માણસ કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.

કચરો ફેંકતો માણસ કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.


રસ્તાઓ પર જ્યાં-ત્યાં તથા એક ખૂણામાં કચરાના ઢગલાઓની સમસ્યા દૂર કરવા તથા શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હવે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. BMCના G-નૉર્થ વૉર્ડમાં ગંદકી કરનારા લોકોની ઓળખ કરીને તેમને દંડ ફટકારવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પાવર્ડ કૅમેરા બેસાડવામાં આવ્યા છે. 
આ AI કૅમેરા ગંદકી ફેલાવનારા-કચરો ફેંકનારા લોકોની ફેશ્યલ રેકગ્નિશન દ્વારા ઓળખ કરશે અને તેમને દંડ ફટકારવામાં આવશે એટલું જ નહીં, જ્યારે કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હશે ત્યારે તેને કચરો ન ફેંકવાની અને જો કચરો ફેંકશે તો દંડ ભરવો પડશે એવી ચેતવણી આપતું ઑડિયો-રેકૉર્ડિંગ પણ વાગશે. 
પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે BMC દ્વારા આ પહેલી જ વખત શહેરને કચરામુક્ત કરવા માટે માહિમના ડૉક્ટર રાયકર માર્ગ પર ગજાનન વાટિકા ખાતે AI-બેઝ્ડ કૅમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે આવનારા દિવસોમાં અન્ય વૉર્ડમાં તબક્કાવાર રીતે આ પ્રકારના કૅમેરા લગાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK